કોલેજીયનને પ્રેમ ભારે પડ્યો:સુરતમાં યુવકને થયો પરિણીતા સાથે પ્રેમ, પતિને જાણ થતા પ્રેમિકા પાસે જ પ્રેમી પર એસિડ એટેક કરાવ્યો

સુરત2 મહિનો પહેલા
  • પતિ અને પ્રેમી બંનેને એક જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
  • યુવકે પરિણીત પ્રેમિકા અને તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

સુરતના ગોડાદરા વિસ્તારમાં એક વિચિત્ર ઘટના બની છે. પરિણીત મહિલા સાથે કોલેજીયન યુવકને આડાસંબંધ હોવાની જાણ થતા પતિ દ્વારા પત્ની પાસે પારખા કરવામાં આવ્યા હતા. જેમાં આડાસંબંધ નહીં હોવાનો વિશ્વાસ અપાવવા પ્રેમિકાએ પતિની સામે કોલેજીયન પ્રેમી પર એસિડ ફેંક્યો હતો. જેમાં પ્રેમિકાનો પતિ પણ દાઝ્યો હતો. પતિ અને પ્રેમી બંનેને એક જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રેમી યુવક દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પરિણીતા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, ગોડાદરામાં નારાયણ નગર સામે સાંઈકૃપા સોસાયટીમાં રહેતો 20 વર્ષીય સની(નામ બદલ્યું છે) ઉધના સિટિઝન કોલેજમાં બીએસસીનો અભ્યાસ કરે છે. દોઢ વર્ષ પહેલા ભાવિન (નામ બદલ્યું છે) સાથે મિત્રતા થઈ હતી અને તેના ઘરે પણ જતો હતો. દરમિયાન ભાવિનની પત્ની પ્રિન્સી(નામ બદલ્યું છે) સાથે પરિચય થયો હતો અને વાતચિત વધતા બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.

મરજી શરીરસંબંધ પણ બંધાયો હતો
સની અને પ્રિન્સી ઘરે જ મળતા હતા. દરમિયાન એકબીજા વચ્ચે મરજીથી બે વખત શરીરસંબંધ પણ બંધાયો હતો. જેની જાણ ભાવિનની થઈ હતી. જોકે ભાવિને સનીને આ બાબતે વાત કરી ન હતી. ભાવિન અને પ્રિન્સી વચ્ચે આ બાબતે ઝઘડા થતા હતા.

પત્નીના પ્રમસંબંધની પતિને જાણ થઈ ગઈ હતી (પ્રતિકાતમક તસવીર).
પત્નીના પ્રમસંબંધની પતિને જાણ થઈ ગઈ હતી (પ્રતિકાતમક તસવીર).

પરિણીત પ્રેમિકાએ જ એસિડ ફેંક્યું
ગત રોજ સોમવારે બપોરે સની ભાવિનની દુકાનમાં બેસેલો હતો. ભાવિન અને પ્રિન્સી બંને બપોરે દુકાનમાં આવ્યા હતા. ત્યારે પ્રિન્સીએ અચાનક સની પર એસિડ એટેક કર્યો હતો. તેથી સની ગંભીર રીતે દાઝી ગયો હતો. એસિડના છાંટા ભાવિન પર પણ ઉડતા બંનેને રાજ એમ્પાયરમાં આવેલી વિહાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગોડાદરા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી.

યુવક પરિણીતાને તેના ઘરે પણ મળવા જતો હતો (પ્રતિકાતમક તસવીર).
યુવક પરિણીતાને તેના ઘરે પણ મળવા જતો હતો (પ્રતિકાતમક તસવીર).

પતિ-પત્ની વિરુદ્ધ એસિડ એટેકની કલમ હેઠળ ગુનો દાખલ
સનીએ ફરિયાદ આપતા પ્રિન્સી અને ભાવિન વિરુદ્ધ એસિડ એટેકની કલમ હેઠળ ગુનો દાખલ થયો છે. પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા પતિને ‌વિશ્વાસ થાય કે તેનો સની સાથે કોઈ સંબંધ નથી એટલે પત્નીએ એસિડ ફેંક્યો હોવાનું જાણવા મળ્યું છે.