અકસ્માત:ઉનમાં ટ્રકે બાઇકને અડફેટે લેતા યુવકનું મોત,બે ઇજાગ્રસ્ત

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

ગુમ થયેલા પિતાને શોધવા નિકળેલા કાકા-ભત્રીજા અને ભાણેજની મોપેડને ટ્રક ચાલકે અડફેટમાં લેતા ઘવાયેલા ભાણેજનું મોત નિપજ્યું હતું. જ્યારે કાકા-ભત્રીજાને સારવાર માટે દાખલ કરાયા છે. સચીન જીઆઈડીસી ઉન પાટીયા તવક્કલ નગર ખાતે રહેતા ઉમરઅલી વિલાયત અલી સૈયદ (42)નોકરી કરે છે. બુધવારે બપોરે તેમના પિતા ઘરેથી ગુમ થયા હતા. જેથી ઉમરઅલી તેમના ભાણેજ શબ્બીર જાફરઅલી સૈયદ (32) અને ભત્રીજા મુહમ્મદ હસન શાહીદ અલી સૈયદ (15) સાથે યામાહા મોપેડ ZRM લઈ પિતાને શોધવા માટે નીકળ્યા હતા. તેઓ ઉન સનાબિલ રોડથી ભેસ્તાન સ્ટેશન તરફ જતા હતા.

ત્યારે નવજીવન ડાઈંગ મિલચાર રસ્તા પાસે પુરપાટ ઝડપે પસાર થતા એક ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા મોપેડ ચલાવી રહેલો ભાણેશ શબ્બીર અને ભત્રીજો મોહમદ હસન ગંભીર રીતે ઘવાયા હતા જ્યારે ઉમરઅલીને કાંડાના ભાગે સામાન્ય ઈજા થઈ હતી. જેથી ત્રણેને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાંથી શબ્બીર અને મોહમદ હસને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ ભાણેજ શબ્બીર સૈયદનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...