ક્રાઈમ:નાના વરાછા ફ્લાયઓવર નીચે બસે અડફેટે લેતા યુવકનું મોત

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક

નાનાવરાછા ફલાયઓવર બ્રિજ નીચેથી પગપાળા પસાર થતા એક અજાણ્યા યુવકને અજાણ્યા બસ ચાલકે અડફેટમાં લેતા ગંભીર રીતે ઘવાયેલા યુવકનું ટુંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. નાના વરાછા ઢાળ પાસે ફ્લાય ઓવર બ્રિજ નીચેથી એક અજાણ્યો આશરે 45 વર્ષીય યુવક પગપાળા પસાર થતો હતો. દરમિયાન પુરપાટ ઝડપે પસાર થતા એક અજાણ્યા બસ ચાલકે યુવકને અડફેટમાં લઈ લીધો હતો અને નાસી છુટ્યો હતો.

આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અજાણ્યા યુવકને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ટુંકી સારવાર બાદ યુવકનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા કાપોદ્રા પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. બનાવ સંદર્ભે પોલીસે અજાણ્યા બસ ચાલક સામે ગુનો નોંધી અજાણ્યા યુવકની ઓળખના પ્રયાસો હાથ ધર્યા છે. બનાવ સંદર્ભે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...