સામાન્ય રીતે પોલીસની છબી સમાજમાં ઘણા બધા કારણોસર સારી ઉપસતી નથી. તેના ઘણા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. પરંતુ એ જ પોલીસ પૈકી કેટલાક કર્મચારીઓ પોતાની ફરજ ખૂબ જ નિષ્ઠાથી અને પ્રામાણિકતાથી નિભાવતા હોય છે તેવા પણ અનેક ઉદાહરણો આપણી સામે આવતા રહે છે. એવો જ એક કિસ્સો આજરોજ સુરત શહેરમાં જોવા મળ્યો હતો.
સુરત શહેર ટ્રાફિક શાખાના રીજીયન-3 માં ફરજ બજાવતા લોકરક્ષક જીતેશકુમાર જીવાભાઈનાઓ SVNIT સર્કલ પાસેથી પસાર થતા હતા. આ દરમિયાન લોકરક્ષક દળના જવાનોની બાઈક ખરાબ થતા SVNIT સર્કલની બાજુમાં આવેલ ગેરેજમાં બાઈક રીપેરીંગ કરાવતા હતા. તે વખતે એક રાહદારી દોડીને રસ્તો ક્રોસ કરતા હતા. તેને અચાનક ખેંચ આવતા નીચે પડી ગયો હતો. યુવક રસ્તા ઉપર એટલા જ જોરથી પટકાયો હતો કે માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. માથાના ભાગેથી ખૂબ લોહી નીકળતા યુવક બેભાન થઈ ગયો હતો.
રોડ પર પડી જતા યુવકને માથા-આંખના ભાગે ઈજા પહોંચી
લોકરક્ષક જીતેશકુમાર જીવાભાઈની નજર રોડ ક્રોસ કરીને રસ્તા ઉપર પડેલા યુવક ઉપર જતાં જ ઈજા પામનાર પાસે તાત્કાલિક દોડી તેને આંખના ભાગે તથા માથાના ભાગે લોહી નીકળતું જોઈને. સમય સુચકતા વાપરી તેને જરૂરી સારવાર અર્થે ઈમરજન્સી 108માં કોલ કરી બોલાવી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપ્યો હતો.
પોલીસકર્મીએ ચેસ્ટ પંપિંગથી જીવ બચાવ્યો
થોડા સમય જાણે યુવકે શ્વાસ લેવાનું બંધ કરી દીધું હોય તેવું જણાતા તેમણે તાત્કાલિક છાતીના ભાગે દબાણ આપવાનું શરૂ કર્યુ હતું. જેથી કરીને તેના હૃદયના ધબકારા પહેલા જેવા શરૂ થઈ જાય. થોડીવાર સતત પ્રયત્ન કર્યા બાદ અન્ય એક રાહદારી પણ ત્યાં આવી ગયો હતો અને લોકરક્ષક દળના યુવાન દ્વારા તેના હૃદયમાં ઉપર સતત સંપર્ક કરતા થોડા સમય માટે યુવક હોશમાં આવી ગયો હતો ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખેડામાં આવ્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.