વરાછા લંબેહનુમાન રોડ ખાતે રહેતા અને એક ઇલેક્ટ્રિક શોરૂમના યુવાન મેનેજરે નાના વરાછા ચોપાટીમાં ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધું હતું. શેર બજારમાં નુકસાન થવાના કારણે દેવું થઈ જતા આપઘાતનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. આપઘાત પહેલા સ્યુસાઈડ નોટ લખી હતી જેમાં શેરબજારમાં દેવુ થઈ જતા પગલું ભરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.વરાછા લંબેહનુમાન રોડ કુબેર નગર રેશમભવન એપાર્ટમેન્ટ ખાતે રહેતા મનીષભાઈ મોહનભાઈ ધોકીયા(49)પિપલોદ ખાતે એક જાણીતા ઇલેક્ટ્રિક શોરૂમમાં મેનેજર તરીકે નોકરી કરતા હતા.
મંગળવારે સવારે તેમણે નાના વરાછા ચોપાટીમાં જઈ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સ્મીમેરમાં ખસેડાયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા કાપોદ્રા પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસને મનીષભાઈ પાસેથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેમણે શેરબજારમાં દેવુ થઈ જતા ચુકવી શકુ તેવી સ્થિતિમાં ન હોવાથી મારી મરજીથી આપઘાતનું પગલું ભરૂ છુ એવો ઉલ્લેખ કર્યો છે. મનીષભાઈને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવ અંગે કાપોદ્રા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.