સુરત:કતારગામમાં ફૂટપાથ પર સૂતેલા ભિક્ષુક યુવાનને પથ્થર મારી મોતને ઘાટ ઉતારાયો

સુરત3 વર્ષ પહેલા
પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
  • ભિક્ષુક યુવાનની ઓળખ માટે પોલીસની તપાસ
  • ભિક્ષુક યુવાનની હત્યાનું કારણ હજુ અકબંધ છે

શહેરના કતારગામ વિસ્તારમાંઆજે સવારે ફૂટપાથ પર સૂતેલા અજાણ્યા ભિક્ષુક યુવાનની પથ્થર મારી હત્યા કરેલી લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા કતારગામ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

કોમ્યુનિટી હોલ નજીક લાશ મળી

કતારગામ વિસ્તારમાં આવેલા કોમ્યુનિટી હોલ નજીક ફૂટપાથ પર સૂતેલા અજાણ્યા ભિક્ષુક યુવાનની પથ્થર મારી હત્યા કરેલી લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા કતારગામ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અંદાજીત 35 વર્ષની ઉંમરના ભિક્ષુક યુવાનની ઓળખ માટે તેમજ હત્યા કોણે અને ક્યા કારણોસર કરી તે જાણવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...