ક્રાઈમ:રોંગસાઇડમાં આવેલા વકીલે પોલીસને તમાચો મારી દીધો

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વકીલે કોર્ટમાં કહ્યું પોલીસે મને માર માર્યો

જહાંગીરપુરામાં રોંગસાઈડેથી બાઈક પર ટ્રિપલ સવારી આવેલા વકીલ પાસેથી પોલીસે દંડની વસુલાત કરતા વકીલે લોકરક્ષકનો કોલર પકડીને ઝાપટ મારી દીધી હતી. આ બનાવ અંગે ટ્રાફીક પીએસઆઈએ વકીલ સામે ફરીયાદ નોંધાવતા જહાંગીરપુરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પીએસઆઈ હસમુખ રાવત રવિવારે જહાંગીરપુરા પર હતા. દરમિયાન વેડરોડ કેશવ પાર્ક સોસાયટી ખાતે રહેતા વકીલ વિપુલ પાણખાણીયા એક મહિલા અને બાળકી સાથે બાઇક પર ટ્રિપલ સીટ રોંગસાઈડ આવતા દંડ ભરવાનું કહેતા આનાકાની કરી હતી. વકીલ વિપુલ પાણખાણીયાએ બુમબરાડા પાડી મોબાઈલ ફોનથી શુટીંગ કરવા માંડ્યા હતા.

ઓનલાઈન 1500 દંડ ભર્યા બાદ પાવતી ફાડી નાંખી હતી અને એલઆર મેલુજીનો કોલર પકડી ઝાપટ પણ મારી દીધી હતી.જહાંગીરપુરામાં વકીલ સામે નોંધાયેલી ફરિયાદ બાદ વકીલ વિપુલ પાણખાણિયાને કોર્ટમાં રજૂ કરાયો હતો જ્યાં તેને જામીન પર મુક્ત કરાયો હતો. બચાવ પક્ષે એડવોકેટ ઝમીર શેખે દલીલો કરી હતી. આ અગાઉ આરોપી વકીલે કોર્ટ સમક્ષ ફરિયાદ કરી હતી કે ઘટના સમયે તેને માર મરાયો હતો. કોર્ટે મેડિકલ માટે વકીલને સિવિલ મોકલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...