• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A Woman Who Tried To Commit Suicide By Jumping From A Corn Pool In Surat Got Trapped In The Swamp In Tapi River, People Rescued Her And Rescued Her.

જિંદગી બચી:સુરતમાં મક્કાઈ પૂલ પરથી કુદીને આપઘાતનો પ્રયાસ કરનાર મહિલા તાપી નદીમાં કીચડમાં ફસાઈ, લોકોએ બહાર કાઢી જીવ બચાવ્યો

સુરત3 મહિનો પહેલા
તાપી નદી પરના મક્કાઈ પૂલ પરથી આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાનો સ્થાનિકોએ બહાર કાઢી જીવ બચાવ્યો હતો.
  • બચી ગયેલી મહિલાને પોલીસ સ્ટેશન લઈ જઈ પોલીસે પૂછપરછ હાથ ધરી

સુરતના મક્કાઈ પૂલ બ્રિજ ઉપરથી કુદીને આપઘાતનો પ્રયાસ કરનાર મહિલા તાપી નદીના કિનારે કીચડમાં ફસાઈ ગઈ હતી. બાદમાં આપઘાતનો પ્રયાસ કરનારી મહિલાને લોકોએ ભારે જહેમત બાદ લોકોએ બહાર કાઢી હતી. મંગળવારે વહેલી સવારની આ ઘટના બાદ ફાયરબ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. લિંબાયત વિસ્તારમાં રહેતી 40 વર્ષીય મહિલાના આપઘાતના પ્રયાસ પાછળનું કોઈ કારણ જાણી શકાયું ન હતું. જોકે, અઠવા પોલીસે મહિલાનો કબ્જો લઈ પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ પૂછપરછ શરૂ કરી હતી.

કીચડમાંથી બહાર કાઢી મહિલાને શુદ્ધ પાણીથી નવડાવાઈ હતી.
કીચડમાંથી બહાર કાઢી મહિલાને શુદ્ધ પાણીથી નવડાવાઈ હતી.

કમર સુધીના કીચડમાં મહિલા ફસાઈ
ફાયર વિભાગે જણાવ્યું હતું કે, કોલ લગભગ સવારે 6:44 નો હતો. જાણ થતાં જ મુગલીસરાઈ ફાયર સ્ટેશનની ગાડી ઘટના સ્થળે દોડી ગઈ હતી. જોકે બ્રિજ નીચે રહેતા રાહદારીઓએ મહિલાને કિચડમાંથી બહાર કાઢી લીધી હતી. બ્રિજ પરથી કુદયા બાદ મહિલા કમર સુધી કીચડમાં ફસાઈ ગઈ હતી. તપાસમાં મહિલાનું નામ અને તે (ઉ.વ. 40) લિંબાયતના અનવર નગરમાં રેહતી હોવાનું જાણવા મળ્યું હતું. મહિલાનો કબજો અઠવા પોલીસને સોંપી દીધો હતો.

આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાની પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી હતી.
આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાની પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી હતી.

શ્રમજીવીઓ મદદ માટે દોડી ગયા
મયંક સારગ (નજરે જોનાર સ્વિમિંગ કોચ) એ જણાવ્યું હતું કે, હું હાલ પાલિકાના પાલ સ્થિત સ્વિમિંગ પૂલમાં કોચ તરીકે સેવા આપું છું. નોકરી પર જતી વખતે મક્કાઈ પૂલ પર લોકોની ભાગદોડ જોઈ તત્કાલિક તપાસ કરતા એક મહિલા તાપી કિનારે કીચડમાં ફસાઈ હતી. પ્રથમ ફાયર વિભાગને જાણ કરી દોડીને કિનારે ગયો હતો. જ્યાં પૂલ નીચે રહેતા શ્રમજીવી લોકોની મદદથી મહિલાને કિચડમાંથી બહાર કાઢવામાં આવી હતી. બાદમાં તેના કપડા પરનો કાદવ પાણીથી સ્થાનિકોએ દૂર કર્યો હતો. થોડીવારમાં જ ફાયરબ્રિગેડ અને પોલીસ બન્ને આવી ગયા હતા.