તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A Woman Who Has Been Watching Cancer Closely Has Been Helping Other Cancer Patients In Their Treatment For Over 10 Years

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્લ્ડ કેન્સર ડે:કેન્સરને નજીકથી જોનાર મહિલા 10 વર્ષથી અન્ય કેન્સરના દર્દીઓને સારવારમાં મદદરૂપ થઇ રહી છે

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
દક્ષિણ ગુજરાતમાં પહેલી વખત 5 કિલો કેન્સરની ગાંઠને પગના હાડકામાંથી સર્જરી કરી અલગ કરી છે - Divya Bhaskar
દક્ષિણ ગુજરાતમાં પહેલી વખત 5 કિલો કેન્સરની ગાંઠને પગના હાડકામાંથી સર્જરી કરી અલગ કરી છે
  • જયશ્રીબેનની સેવા જોઈ ભરત કેન્સરના ટ્રસ્ટી મંડળમાં સામેલ કરાયા હતા

વેસુમાં રહેતા જયશ્રીબેન પટેલ(53)ને વર્ષ 2011માં મોટા આંતરડાનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. શહેરના જુદા જુદા તબીબો પાસે સારવાર લીધા બાદ પોતાને આંતરડાનુ કેન્સર હોવાની જાણ થયા બાદ હતાશ થવાની જગ્યાએ જયશ્રીબેને કેન્સરની સારવાર શરૂ કરી હતી. આ દરમિયાન તેઓ કેન્સર હોસ્પિટલમાં અવાર નવાર જવાનું થતા ત્યાં આવતા દર્દીઓ સાથે વાતચીત કરતા હતા અને તેમને પણ હિંમત આપતા હતા. ભરત કેન્સર હોસ્પિટલમાં સારવાર લઈ સાજા થયા બાદ પણ તેમણે હોસ્પિટલમાં જવાનું બંધ કર્યું ન હતું અને હોસ્પિટલની મુલાકાત લઈ કેન્સરના દર્દીઓની સારવારમાં મદદરૂપ થવાનું શરૂ કર્યુ. જયશ્રીબેનની દર્દીઓ પ્રત્યેનો સેવાભાવ જોઈ ભરત કેન્સરના ટ્રસ્ટી મંડળમાં પણ તેમનો સમાવેશ કરાયો હતો. આજે પણ જયશ્રીબેન દર્દીઓની રૂબરૂ મુલાકાત લઈ તેમનું મનોબળ મજબુત કરવાનો પ્રયાસ કરે છે.

જયશ્રીબેન પટેલ
જયશ્રીબેન પટેલ

કેન્સરના દર્દીઓ અથવા પરિવારના સભ્યો આપે છે ખાસ તાલીમ
સંજીવની લાઈફ બિયોન્ડ કેન્સર સંસ્થા દ્વારા કેન્સરના દર્દીઓને હુંફ અને માર્ગદર્શન આપવાની કામગીરી કરે છે. આ સંસ્થામાં જોડાયેલા બિંદીયા પટેલ સિવિલ ખાતે કાર્યરત લાયન્સ કેન્સરમાં સેવા આપી રહ્યા છે. સંસ્થામાં કેન્સરના દર્દીઓ અથવા પરિવારના સભ્યો દ્વારા ખાસ તાલીમ અપાઈ છે.

5 કિલોની કેન્સરની ગાંઠ સાથે 30 સેમી પગનું હાડકું કાપી સફળ સર્જરી
દક્ષિણ ગુજરાતમાં પહેલી વખત 5 કિલો કેન્સરની ગાંઠને પગના હાડકામાંથી સર્જરી કરી અલગ કરી છે. ઉનમાં રહેતી 30 વર્ષીય મહિલાનું ત્રણ મહિના પહેલા ઓપરેશન થયું હતું હવે તે સ્વસ્થ છે. કોંન્ડ્રોસાર્કોમાં નામની આ બીમારી સામાન્ય રીતે પગના હાડકામાં થાય છે. દર્દીના જમણા પગના જાંઘના ભાગમાં આ કેન્સરની ગાંઠ થઈ હતી. જે હાડકા સાથે જોડાયેલી હતી. ડોક્ટરોએ 10 કલાકના ઓપરેશન દરમિયાન હીપ અને ની વચ્ચેના લગભગ 30 સેન્ટિમીટરના હાડકાને કાપીને બહાર કાઢ્યું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો