સુરત વરાછામાં રહેતી અને બ્યૂટી પાર્લર ચલાવતી પરિણીતાને સોશિય મીડિયામાં મિત્રએ મુશિબતમાં મૂકી દીધીહોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં બનેલા મિત્રએ ડુમસના બંગલામાં પાર્ટીનું આયોજન કરી મિત્રોની મદદથી પરિણીતાને ચિક્કાર દારૂ પીવડાવી દુષ્કર્મ ગુજારતા પોલીસે તપાસ હાથ ધરી છે. ત્રણેય યુવકોએ પરિણીતાની મોબાઈલમાં બિભસ્ત ક્લિપો બનાવી લીધી હતી. જે બતાવીને વાઈરલ કરવાની ધમકી આપી આરોપી અને તેના મિત્રોએ પણ બાદમાં અવારનવાર દુષ્કર્મ આચર્યા હોવાનું પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બે વર્ષ પહેલા ઓનલાઈન મિત્રતા થયેલી
પોલીસે જણાવ્યું હતું કે, પીડિતા વરાછા સુદામા ચોક વિસ્તારમાં રહેતી હોવાનું અને વરાછામાં બ્યૂટી પાર્લર ચલાવતી હોવાનું જાણવા મળ્યું છે. 38 વર્ષિય પરિણીતાને બે વર્ષ પહેલા મનોજ વસોયા (રહે, વેસુ)એ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી પરિચયમાં આવ્યો હતો. ત્યારબાદ 25 જાન્યુઆરી 2019માં મનોજે પરિણીતાના બ્યૂટી પાર્લર એકાઉન્ટ આઈડી ઉપર મેસેજ કરી તેના કૌટુંબિક મામાની ઓળખાણ આપી ગાઢ મિત્રતા કરી હતી. પરિણીતા અને મનોજ અવાર નવાર મોબાઈલ ઉપર વાતો કરતા હતા.
પાર્ટીમાં દારૂ પીવડાવી દુષ્કર્મ
મનોજ વસોયાએ પરિણીતાને ડુમસના સુલતાનાબાદમાં આવેલા સાગર વિલા બંગલોમાં મળવા બોલાવી હતી. બંગલામાં મનોજ સાથે તેના મિત્ર પીન્ટુ વસૌયા, સંજય શેખડા અને એક અન્ય યુવતી પણ હતી. જ્યાં તમામ મિત્રોએ દારૂની - પાર્ટી કરી હતી. જેમાં પરિણીતાને પણ દારૂ પીવડાવ્યો હતો. ત્યારબાદ મનોજ સહિત ત્રણેય જણાએ પરિણીતાને મોબાઈલમાં બિભત્સ ફોટા બતાવ્યા હતા અને સમાજમાં બદનામ કરી તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી મનોજ વસોયાએ તેણી ઉપર દુષ્કર્મ આચર્યુ હતું. બનાવ અંગે ગઈકાલે રાત્રે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય નરાધમ તેમજ પાર્ટીમાં હાજર મહિલા સામે દુષ્કર્મ અને મદદગારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.