હુમલો:કતારગામમાં બ્યુટીપાર્લર ચલાવતી મહિલા પર પ્રેમીનો ચપ્પુથી હુમલો

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • છૂટાછેડા બાદ 6 વર્ષથી પ્રેમ સંબંધ હતો
  • વિદેશમાં રહેતા દીકરાને પણ મારી નાંખવાની ધમકી આપી

કતારગામ વિસ્તારમાં રહેતી અને બ્યુટી પાર્લર ચલાવતી 40 વર્ષિય મહિલાને તેના પ્રેમી અને પ્રેમીના ભાઈએ માર માર્યો હતો. પ્રેમીએ ચપ્પુ મારીને ઇજા પહોંચાડી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કતારગામ વિસ્તારમાં રહેતી 40 વર્ષિય પ્રિયંકા( નામ બદલ્યું છે) કતારગામ વિસ્તારમાં બ્યુટી પાર્લર ચલાવે છે. 22 વર્ષ પહેલા તેના લગ્ન થયા હતા. તેને એક દીકરો છે, જે હાલ વિદેશમાં રહે છે. 20 વર્ષ પહેલા પતિથી િડવોર્સ થયા હતા. છેલ્લા 6 વર્ષથી પ્રિયંકાને આરોપી સમીર હિંમતભાઈ બલર(રહે. રાજાનંદ સોસાયટી, રાશી સર્કલ પાસે, કતારગામ) સાથે પ્રેમ સંબંધ હતો.

6 તારીખે પ્રિયંકા તેણીના બ્યુટી પાર્લર પર હાજર હતી. ત્યાં અન્ય ત્રણ યુવતીઓ પણ હતી. ત્યારે સમીરે બ્યુટી પાર્લર પર આવીને પ્રિયંકા સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. જેથી લોકો ભેગા થઈ જતા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. થોડા સમય બાદ સમીર ત્યાંથી નાસી ગયો હતો. સાંજે પ્રિયંકા તેની સાથેની યુવતીઓ સાથે સમીરના ઘરે ગઈ હતી.

ત્યાં સમીર અને તેના ભાઈઓ કલ્પેશ અને જશે પ્રિયંકાને માર માર્યો હતો. સમીરે પ્રિયંકાને પગના ભાગે ચપ્પુ માર્યું હતું. આ સાથે ધમકી આપી હતી કે, વિદેશમાં રહેતા તેના દીકરાને જીવતો નહીં રહેવા દેશે. પ્રિયંકાએ બે દિવસ પછી સમીર, કલ્પેશ અને જશ વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવને પગલે પોલીસે આરોપીઓ વિરૂધ્ધ સીસીટીવીના પુરાવાઓ મેળવવા માટે તપાસ હાથ ધરી છે. જોકે આ ઘટનામાં પ્રિયંકા અને સમીર વચ્ચે કઈ બાબતને લઈને ઝઘડો ચાલી રહ્યો હતો તે બાબતે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નહીં કરાતા પોલીસે આ બાબતે પણ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...