તસ્કરી:વનિતા વિશ્રામના આચાર્યાનાં ફ્લેટમાંથી પડોશી મહિલાએ 2 લાખનાં ઘરેણાં ચોર્યાં

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આચાર્યા જયપુર ગયા હતાં ત્યારે તેમની માસૂમ દીકરીને ફોસલાવીને ચોરી કરી

અડાજણ ખાતે રહેતા વનિતા વિશ્રામ સ્કૂલના આચાર્યાના ઘરે તેમના ફ્લેટના ઉપર રહેતી મહિલાએ 2.15 લાખ રૂપિયાના ઘરેણાંની ચોરી કરી હતી. અડાજણ પોલીસના જણાવ્યા મુજબ અડાજણમાં હની પાર્ક રોડ પર ઋતુવન એપાર્ટમેન્ટમાં રહેતા જ્યોતિકા અનિલ રામનાની વનિતા વિશ્રામ સ્કૂલમાં આચાર્યા છે. તેમના પતિ ઘોડદોડ રોડની એક કંપનીમાં એચઆર મેનેજર છે. સંતાનમાં 8 વર્ષની દીકરી રાવી અને દીકરો રેયાંશ છે. 28 જુનના રોજ તેમની માતાનું અવસાન થતા તેઓને વતન જ્યપુર જવાના સમયે ઘરેણાં સાથે લઈ જવાના હતા. તે સમયે તિજોરી જોતા દાગીના જણાયા ન હતા.

તે સમયે તત્કાલિક જયપુર જવાનું હોવાથી ઘરેણાંની તપાસ કરી ન હતી. જયપુરથી આવ્યા બાદ ઘરેણાં શોધ્યા પરંતુ મળ્યા નહતા. ત્યારે જાણવા મળ્યું કે ઋતુવન એપાર્ટમેન્ટમાં જ રહેતા સંગીતાબેન શાહ અને પારૂલબેનના ઘરમાંથી પણ ચોરી થઈ હતી. જ્યોતિકાબેને રાવીને પૂછ્યું કે અમારી ગેરહાજરીમાં કોઈ આવ્યું હતું કે ત્યારે રાવીએ જણાવ્યું હતું કે તમે મારશો નહીં તો સાચુ કહું. જ્યોતિકાબેને નહીં મારવાનો વિશ્વાસ અપાવતા રાવી જણાવ્યું હતું કે બે મહિના પહેલા આપણા ફ્લેટ નંબર એફ-401માં રહેતા કિરણ આંટી આવ્યા હતા. તેઓ તમારા બેડરૂમમાં ગયા હતા.

તેથી ખબર પડી કે કિરણે ચોરી કરી છે. તેથી જ્યોતિકાબેને આરોપી કિરણ ધર્મેશ મહેતા વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે. કિરણ અને તેનો પતિ આ પહેલાં અમરોલીમાં ચોરીના ગુનામાં ઝડપાયા હતા. પહેલાં તો જ્યોતિકાબેનને પોતાની કામવાળી પર શંકા હતી.

આરોપીએ બાળકીને ચોકલેટ આપી હતી
રાવીએ જ્યોતિકાબેનને કહ્યું હતું કે કિરણ આંટી ચોકલેટનું બોક્સ લઈને આવી હતી.મને ચોકલેટ આપીને વોશ રૂમ જાવું છું કહીને તમારા બેડરૂમમાં ગઈ અને દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. થોડી વાર પછી બહાર આવી હતી. ત્યારે આંટીએ કહ્યું હતું કે હું તારા ઘરમાં આવી હતી તે વાત કોઈને કરવી નહીં.ત્યાર બાદ આવી રીતે બે-ત્રણ વખત આવી હતી. જ્યોતિકાબેને ત્યારે કિરણ મહેતાને બોલાવતા તેને કોઈ સંતોષજનક જવાબ આપ્યો નહતો.

ઘરોબો કેળવીને ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી
કિરણબેન મહેતા આવી રીતે પોશ સોસાયટી કે એપાર્ટમેન્ટમાં ભાડેથી રહે છે. આસપાસના લોકો સાથે સારો એવો ઘરોબો રાખે પછી તેમની ગેરહાજરીમાં ઘરમાં પ્રવેશ કરીને ચોરી કરે છે.

અન્ય સમાચારો પણ છે...