તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A Woman Living In A Posh Area Saw Poor Children Wandering Around And Started Teaching Herself Instead Of Turning A Blind Eye.

સુરતી મહિલાનું સાહસ:પોશ વિસ્તારમાં રહેતી મહિલાએ ગરીબ બાળકોને રઝળતાં જોયાં, આંખ આડા કાન કરવાને બદલે જાતે ભણાવવાનું શરૂ કર્યું

સુરતએક મહિનો પહેલાલેખક: ધીરેન્દ્ર પાટીલ
  • કૉપી લિંક
  • મૂળ બિહારના રીતા સિંહ હવે ઑનલાઇન શિક્ષણ દ્વારા ગરીબ બાળકોને ભણાવી રહ્યાં છે

સુરતના વેસુ વિસ્તારમાં રહેતી રીતા સિંહ રસ્તા પર ઝૂંપડામાં રહેતા શ્રમિકોના બાળકોને મફત ભણાવે છે. છેલ્લા ચાર વર્ષથી અવિરત ભણાવતાં રીતા સિંહ કોરોના કારણે રૂબરૂ નથી ભણાવી શકતા તેથી હવે તેમણે બાળકોને ઑનલાઇન શિક્ષણ મળે એ માટેની વ્યવસ્થા કરી છે. મૂળ બિહારના ગાજીપુર-પટણાની રીતાં સિંહ વર્ષોથી સુરતમાં રહે છે.

સુરતના વેસુ જેવા પોશ વિસ્તારમાં રહેતી રીતા સિંહ સુખી-સંપન્ન પરિવારથી આવે છે. તેઓના ઘરેથી થોડા અંતરે આવેલ વસાહતમાં રહેતા શ્રમિકોના બાળકોને ભણાવે છે. અગાઉ માતા-પિતા મજૂરીએ જાય ત્યારે બાળકો આખો દિવસ રમ્યા કરતા. આવા બાળકોને જોયા બાદ રીતાબેને તેમના માટે કંઇક કરવાનો નિર્ધાર કર્યો. બાળકોની વચ્ચે જઈને તેમને અભ્યાસનું મહત્વ સમજાવ્યું હતું. બાળકોના માતા-પિતાને પણ સમજાવ્યું કે બાળકોને ભણાવે અને સ્કૂલમાં એડમિશન અપાવે. બાળકોના માતા-પિતાએ ખર્ચના કારણે લાચારી દર્શાવી હતી. ત્યારે રીતાબેને સ્વખર્ચે બાળકોની અભ્યાસની મૂળભૂત જરૂરત પૂરી કરવાની તૈયારી બતાવી હતી.

પહેલા એક એનજીઓ સાથે મળીને બાળકોને ભણાવતા હતાં. હવે પોતે એકલાં જ ભણાવે છે. પહેલા રસ્તા પર ભણાવતા હતાં. પરંતુ ઘરેથી થોડા અંતરે આવેલ કાશી વિશ્વનાથ મંદિરના ટ્રસ્ટીએ મંદિર પરિસરમાં એક રૂમ ફાળવી આપ્યો એ પછી તેમણે આ ઓરડામાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું હતું. કોઈ બાળક સ્કૂલે ન જાય ત્યારે તેને અને તેના માતા-પિતાને સમજાવે કે બાળકોને સ્કૂલે જવા દે. એમ પણ સરકારી સ્કૂલમાં કોઈ ફી વગેરે લાગતી નથી.

તેઓ માત્ર અભ્યાસ જ નથી કરાવતા પણ યોગ, કરાટેની તાલિમ પણ અપાવે છે. રીતા સિંહના પતિ મોટી કંપનીમાં જનરલ મેનેજર છે. જ્યારે તેમના પિતા ભારતીય સૈન્યમાં હતા. પિતાએ 60ના દશકમાં ચીન અને પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભાગ લીધો હતો. તેમના પાસેથી દેશભક્તિ અને બીજાને મદદની ભાવના રીતા સિંહમાં આવી છે.હવે કોરોનાને કારણે તેઓ રૂબરૂ ભણાવી શકતા નથી પણ ઑનલાઇન માધ્યમ વડે સતત બાળકોના સંપર્કમાં રહીને તેમને અભ્યાસ કરાવે છે.

અન્ય સમાચારો પણ છે...