આપઘાતના CCTV:સુરતમાં 8 વર્ષના દીકરા સામે જ માતાનો 12મા માળેથી કૂદી આપઘાત, પતિ ચારિત્ર્ય પર શંકા કરી ત્રાસ આપતાં પગલું ભર્યું

સુરતએક મહિનો પહેલા
12મા માળેથી કૂદેલી મહિલા નીચે પટકાતાં દડાની જેમ ઊછળી.
  • પતિ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ

સુરતના અલથાણ વિસ્તારમાં દીકરાની સામે માતાએ 12મા માળેથી કૂદી આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. પતિ ચારિત્ર્ય પર શંકા કરતાં આપઘાત કર્યો હોવાથી પતિ વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.

પતિના ત્રાસથી આપઘાત
અલથાણ વિસ્તારમાં રહેતી પરિણીતા પર પતિની ચારિત્ર્યની શંકા અને છેલ્લાં 9 વર્ષથી ત્રાસ આપતાં આપઘાત કરી લીધો હોવાની વાત સામે આવી રહી છે. પોતાના પુત્રની નજર સામે જ માતાએ બારમા માળેથી ઝંપલાવી આપઘાત કરી લીધો છે. પતિ ચારિત્ર્ય પર શંકા રાખતા હોવાથી પોતાના 8 વર્ષના દીકરાની સામે જ માતા કૂદી હતી. આત્મહત્યાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

મહિલા નીચે પટકાતાં લોકો એકઠા થઈ ગયા.
મહિલા નીચે પટકાતાં લોકો એકઠા થઈ ગયા.

એપાર્ટમેન્ટના રહીશોમાં પણ ભય
એપાર્ટમેન્ટના બારમા માળેથી ઝંપલાવી દેતાં રહીશો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. પુત્ર માતાને બિલ્ડિંગ પર આત્મહત્યા કરતા જોઈ આત્મહત્યા ન કરવા માટે કરગરતો રહ્યો હતો. ખટોદરા પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...