તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતના ઉધના વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનનાં મહિલા પીએસઆઇએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. ડાયરીમાં સુસાઈડ નોટ લખીને મહિલા પીએસઆઈ અમિતા જોશીએ આપઘાત કરી લીધો છે. જીવવું અઘરું છે, મારા મોત માટે કોઈ જવાબદાર નથી એવું લખેલી સુસાઈડ નોટ મળી આવી છે. મહિલા પીએસઆઇએ મેરેજ એનિવર્સરીના દિવસે જ પતિ સાથે મોબાઈલ પર ઝઘડો થયા બાદ આપઘાત કરી લીધો છે. પરિવારના સભ્યો વતન ભાવનગર ગયા બાદ મહિલા પીએસઆઈએ આપઘાત કરી લીધો હતો. હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને આપઘાત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
નાઈટ ડ્યુટી કરી ઘરે આવ્યા હતા
મહિલા પીએસઆઈ ઉધના પોલીસ મથકમાં છેલ્લા ચાર વર્ષથી ફરજ બજાવતા હતાં.ઉધના પોલીસ મથકમાં પટેલ નગર પોલીસ ચોકીનો ચાર્જ તેમની પાસે હતો. આજે પણ તેઓ નાઈટ ડ્યુટીમાં ઈન્વેસ્ટીગેશન ટીમમાં હોય સવારે ફરજ પરથી ઘરે ફાલસાવાડી ખાતે તેમના 103 નંબરના ફ્લેટમાં આવ્યાં હતાં. આજે તેમની મેરેજ એનિવર્સરી હતી. તેમના પતિ સચિન પોલીસ મથકમાં એમટી ડ્રાયવર તરીકે બજાવે છે. તેમને સંતાનમાં પાંચ વર્ષનો એક દીકરો પણ છે. મહિલા પીએસઆઈએ આપઘાત કરતા પહેલા છેલ્લે બાર વાગીને અઠ્ઠાવીસ મિનિટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો. બાદમાં આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.
દરવાજો તોડવો પડ્યો
મહિલા પીએસઆઈ અમિતા જોશીએ આપઘાત કરતાં અગાઉ તેના ફ્લેટનો દરવાજો બંધ કરી દીધો હતો.બાદમાં બંદૂકની ગોળીનો અવાજ આવતાં જ ક્વોર્ટર્સમાં રહેતા અન્ય લોકોને શંકા ગઈ હતી. જેથી લાકડાનો દરવાજો ક્વાર્ટરમાંથી લાઇન મેનને બોલાવી દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. બાદમાં લાકડાનો દરવાજો હોવાથી નીચેથી તોડીને અંદર પ્રવેશ કરીને જોયું તો અમિતા જોશીએ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું હતું.બાદમાં મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.
મેરેજ એનિવર્સરીએ આપઘાત
પીએસઆઈ અમિતા જોશીની આજે મેરેજ એનિવર્સરી હતી. મેરેજ એનિવર્સરીના દિવસે જ તેઓ નાઈટ ડ્યુટીમાંથી આવ્યા બાદ પતિ સાથે ટેલિફોનિક ઝઘડો થયો હતો. જે બાદ તેમણે આપઘાત કરી લીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુસાઈડ નોટ મળી આવી
અમિતા જોશીના આપઘાત બાદ સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં તેમણે લખ્યું છે કે,"જીવવું અઘરું છે ,મારા મોત માટે કોઈ જવાબદાર નથી"આવું લખીને તેમણે સુસાઇડ કરી લીધું હોવાનું પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે.
આપઘાતનું કારણ અકબંધ
મહિલા પીએસઆઈએ સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લેવાના કેસમાં આપઘાતનું કારણ અંકબંધ રહેવા પામ્યું છે. હાલ મૃતકના ઘરને પોલીસ કાફલાએ કોર્ડન કરી લઈને વધુ તપાસ હાથ ધરી છે.મહિલા પીએસઆઇએ આપઘાત કરી લેતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.જોઈન્ટ સીપી પ્રવિણ મલએ જણાવ્યું કે એફએસએલ સહિતના કાફલાએ તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.