તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A Woman Constable On Duty At A Traffic Point In Surat Found A Young Man With 6 ATMs Worth Rs 1.60 Lakh In Cash And Returned It.

ખાખીની માનવતા:સુરતમાં ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે 1.60 લાખની રોકડના 6 ATM સાથેનું પાકિટ યુવકને શોધીને પરત કર્યું

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફરજ દરમિયાન મળેલા પર્સને યુવક સુધી સલામત રીતે પહોંચાડ્યું હતું. - Divya Bhaskar
ફરજ દરમિયાન મળેલા પર્સને યુવક સુધી સલામત રીતે પહોંચાડ્યું હતું.
  • ડ્રાઈવિંગ લાઈસન્સ અને ચૂંટણી કાર્ડમાં અલગ અલગ એડ્રેસ હોવાથી યુવકનો સંપર્ક કરવામાં મુશ્કેલી પડી

પરવત પાટીયા વિસ્તારમાં આવેલા કબૂતર સર્કલ કેશવનગર ચાર રસ્તા પર ટ્રાફિક નિયમન કરતી વખતે મહિલા કોન્સ્ટેબલને એક પર્સ મળ્યું હતું. આ પર્સમાં રૂપિયા 1.60 લાખના 6 જેટલા ATM કાર્ડ હતાં. જેથી મહિલા કોન્સ્ટેબલે અંદરના અન્ય ડોક્યુમેન્ટ જોતા તેમાંથી ડ્રાઈવિંગ લાયસન્સ અને ચૂંટણી કાર્ડ મળી આવ્યું હતું. જેથી મહિલા કોન્સ્ટેબલે તેના અન્ય સંબંધીઓની મદદથી યુવકનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો. જો કે બન્ને ડોક્યુમેન્ટ પર અલગ અલગ એડ્રેસ હોવાથી થોડી મુશ્કેલી પડી હતી. જો કે, આખરે યુવકનો સંપર્ક તથા તેને ડોક્યુમેન્ટની ખરાઈ કરીને પર્સ પરત કર્યું હતું. જેથી યુવકે મહિલા કોન્સ્ટેબલ સાથે સમગ્ર પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

ચૂંટણી કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સમાં અલગ અલગ એડ્રેસ હોવાથી યુવક સુધી પહોંચવામાં મુશ્કેલી નડી હતી.
ચૂંટણી કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સમાં અલગ અલગ એડ્રેસ હોવાથી યુવક સુધી પહોંચવામાં મુશ્કેલી નડી હતી.

મહિલા કોન્સ્ટેબલે માનવતા દાખવી
પરવત પાટીયા વિસ્તારમાં આવેલા કબૂતર સર્કલ કેશવનગર ચાર રસ્તા પર રીટાબેન જીતુભાઈ નામના મહિલા કોન્સ્ટેબલ (બકલ નંબર 2652) ફરજ બજાવી રહ્યા હતાં. એ દરમિયાન તેમને એક પર્સ રસ્તા પર પડેલું નજરે ચડ્યું હતું. જેથી પર્સ લઈને ખોલતાં તેમાં રોકડની સાથે ATM કાર્ડ મળી આવ્યાં હતાં. પર્સમાં મંદાની મયુર વિઠ્ઠલભાઈ નામના યુવકનું ચૂંટણી કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સની કોપી પણ મળી આવી હતી. જેથી પર્સમાં રહેલા એટીએમ સહિતના દસ્તાવેજોની ગંભીરતા સમજીને રીટાબેને સૌ પ્રથમ તેમના કજીનનો સંપર્ક કરીને યુવકના ઘરના એડ્રેસ પર મોકલ્યો હતો.જો કે એક ડોક્યુમેન્ટમાં માતાવાડીનું એડ્રેસ હતુ જ્યારે બીજામાં લંબે હનુમાન રોડ એડ્રેસ હતું. એટલે યુવકનું ઘર શોધવામાં કલાક જેવો સમય નીકળી ગયો હતો. અંત યુવકના પિતા વિઠ્ઠલભાઈનો સંપર્ક થતા તેમણે તેના દીકરાને મોકલ્યો હતો.

પર્સમાં યુવક અને તેના પરિવારના સભ્યોના અલગ અલગ કાર્ડ હતાં
પર્સમાં યુવક અને તેના પરિવારના સભ્યોના અલગ અલગ કાર્ડ હતાં

રીટા બેને પાંચ વર્ષથી પોલીસ બેડામાં સેવા આપે છે
મૂળ સાબરકાંઠાના ઈડરના વતની રીટાબેન જીતુભાઈ વર્ષ 2016થી પોલીસ બેડામાં સેવા આપી રહ્યાં છે. સુરતમાં સૌ પ્રથમ પુણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવ્યાં બાદ છેલ્લા 18 મહિનાથી રીટાબેન રિજિયન-1માં કોન્સ્ટેબલ તરીકે સેવા આપી રહ્યાં છે. રિટાબેને જણાવ્યું હતું કે, પર્સ મળ્યું ત્યારે પર્સમાં ઘણા બધા એટીએમ કાર્ડ હતાં. યુવક અને તેના પરિવારના સભ્યોના અલગ અલગ કાર્ડ હતાં. એટલે સમય બગાડ્યા વગર પર્સ પરત કરીને મેં મારી જવાબદારી પૂર્ણ કરી હતી.

પાંચ વર્ષથી પોલીસમાં ફરજ બજાવતા રીટાબેને માનવતાનું કાર્ય કર્યું હતું.
પાંચ વર્ષથી પોલીસમાં ફરજ બજાવતા રીટાબેને માનવતાનું કાર્ય કર્યું હતું.

પર્સ ન મળ્યું હોત હેરાન થઈ જાત-યુવક
પર્સને પરત મેળવનાર મંદાની મયુરે જણાવ્યું હતું કે, પર્સ ગૂમ થયાની જાણ થતાં જ મને પરસેવો વળી ગયો હતો. હવે શું કરીશ તેની ચિંતા હતી.રીટા મેડમ અને પોલીસનો હું ખૂબ ખૂબ આભારી છું કે મને તાત્કાલિક તેમણે પર્સ પરત કર્યું. મારા પર્સમાં પરિવારના તમામ સભ્યોના એટીએમ કાર્ડ હતાં. આ કાર્ડ બ્લોક કરાવતાં મને નાકે દમ આવી જાત અને ફરી શરૂ કરાવવા માટે મારે ઘણું હેરાન થવું પડ્યું હોત.