કામગીરી:પતંગ-દોરાથી ગળું ન કપાય તે માટે બ્રિજ ઉપર તાર લગાડાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તરાયણને હજુ એક મહિનાનો સમય છે પરંતુ શહેરમાં પતંગો ચગાવવાની શરૂઆત થઈ ગઈ છે. જેથી ઘાતકી પતંગ-દોરા સામે રક્ષણ માટે તાર લગાડવાની સૂચના પાલિકા કમિશનરે આપી છે. હાલ શહેરમાં 28 ઓવરબ્રિજ, 12 રેલવે ઓવરબ્રિજ, તાપી નદી પર 14 બ્રિજ અને 61 ખાડી બ્રિજ મળી કુલ 115 નાના-મોટા બ્રિજ છે.

બ્રિજ સેલ દ્વારા તમામ બ્રિજો પર તાર લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોરોનાને લીધે ગત બે વર્ષ ઉત્તરાયણ તહેવારની ઉજવણી પર પણ અસર પહોંચી હતી. પરંતુ આ વર્ષે માહોલ જોતાં સુરતીઓ જોરશોરથી ઉજવણી કરે તેમ છે. ભાગળ, ડબગરવાડ ખાતે પતંગ-દોરા બજાર પણ શરૂ થઈ ગયું છે ને ઠેર-ઠેર પતંગો ચગતા જણાય છે. બ્રિજ સેલે બ્રિજોના લાઇટ પોલ પર તાર લગાડવાના અને તહેવાર બાદ ઉતારવાની કામગીરી સોંપવા માટે ક્વોટેશન મંગાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...