નિર્ણય:કનકપુર-કનસાડમાં 19 કરોડના ખર્ચથી પાણીની લાઇન નખાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાઇપો અને હાઇડ્રોલિક સ્ટોર માટે ખરીદી કરાશે
  • જીઆવમાં​​​​​​​ ટ્રસ્ટને જમીન ફાળવવા મંજૂરી મંગાઇ

સુરત શહેરમાં સમાવિષ્ટ કનકપુર-કનસાડમાં પાણી પુરવઠાના નેટવર્કના કામો હાથ ધરાયા હતા. આ વિસ્તારમાં પાણી નેટવર્કની ટ્રાન્સમીશન લાઇનની કામગીરી માટે જરૂરી જુદી જુદી સાઇઝના સ્પાઇરલી સબમર્જડ આર્ક વેલ્ડેડ એમ.એસ પાઇપો હાઇડ્રોલિક સ્ટોર માટે ખરીદી કરાશે. જેના માટે અંદાજે 19.27 કરોડનો ખર્ચ થશે.

આ કામનું ટેન્ડર મંજૂર કરવા સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત જીઆવમાં ઉમિયા પરિવાર ટ્રસ્ટને સરકારી જમીન ફાળવવા માટે સ્ટેન્ડીંગ કમિટી પાસે મંજૂરી માંગવામાં આવી છે. જીઆવ બ્લોક નં 244 અ પૈકીની ડ્રાફટ ટી.પી સ્કીમ નં 67 (જીઆવ-સોનારી-ગભેણી), ફાઇનલ પ્લોટ નં 123 એ તથા 123 બી વાળી 32367 ચોરસમીટર વાળી સરકારી જગ્યાનો સમાવેશ એજ્યુકેશન ઝોનમાં થાય છે. હાલની અદ્યતન સ્થિતિ મુજબ અગાઉ વિકાસ નકશામાં પાલિકાના જાહેર હેતુઓ માટે સુચવેલા રિઝર્વેશનો રદ કરી આ જમીનોનો સમાવેશ એજ્યુકેશન ઝોનમાં કરવામાં આવ્યો છે. જે ધ્યાને લેતા શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટ દ્વારા કલેકટર પાસે જમીનની માંગણી કરી હતી.

સુડાના અદ્યતન વિકાસ નકશા 2035માં પાલિકાના જાહેર હેતુઓ માટેના રિઝર્વેશન હેઠળ નહિં હોય તથા એજ્યુકેશન ઝોનમાં સ્થિત કરવામાં આવેલ હોય જે ધ્યાને લઇ સરકારના પ્રર્વતમાન નીતિ-નિયમો અનુસાર શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટને જમીન ફાળવવા મ્યુ.કમિશનરને અધિકૃત કરવા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...