ધરપકડ:4 રાજ્યમાં દારૂની સપ્લાય ચેન ચલાવતો 18 ગુનાનો વોન્ટેડ આરોપી ગોવાથી પકડાયો

પલસાણા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપી ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા તેમજ આંધ્રપ્રદેશ રાજ્યમાં દારૂ સપ્લાય કરતો હતો

સુરત જિલ્લાના પલસાણા, કડોદરા તેમજ ગુજરાતના અલગ અલગ પોલીસ મથક અને મહારાષ્ટ્રના બે પોલીસ મથક મળી કુલ 18 જેટલા વિદેશી દારૂના ગુનામાં વોન્ટેડ અને ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા તેમજ આંધ્રપ્રદેશ રાજ્યમાં દારૂની સપ્લાયની ચેન ચલાવતો મોસ્ટ વોન્ટેડ આરોપી એવો મહેશકુમાર ઉર્ફ મહેશ તન્ના ભૂરાલાલ તન્ના (હાલ રહે.ફ્લેટ નંબર C /2 થર્ડ ફ્લોર ઇન્કમ ટેક્ષ ગેસ્ટ હાઉસ, ક્રિકેટ સ્ટેડિયમની નજીક ,પો.પોરવરિમ તા.બારડેઝ જી.નોર્થ ગોવા મૂળ વારાહી 21 અંબિકા નગર સોસાયટી તા.સાંતલપુર જી.પાટણ) ગોવા ખાતે રહી ગુજરાત રાજ્યમાં ગેરકાયદે વિદેશી દારૂની સપ્લાય કરવાનું મસ મોટું રેકેટ ચલાવતો હતો.

હાલએ ગોવા ખાતે ચોક્કસ જગ્યાએ હોવાની અંગત બાતમી સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ.એલ.જી રાઠોડ નાઓને મળતા પી.એસ.આઈ.એ શાખાના અ. હે.કો. ચિરાગભાઈ તેમજ અ. હે.કો. જયંતિભાઈ તેમજ અનિલભાઈ રામજીભાઈ સાથે ગોવા ખાતે ગઈ તેને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે તેની પાસેથી મળેલા અલગ અલગ ફોન, સિમ કાર્ડ, રાઉટર, તેમજ રોકડ રકમ કબ્જે લીધા હતા.

યોગ્ય જવાબ નહિ આપતા પોલીસ આરોપીને ગોવાથી જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની વલથાણ ખાતેની ઓફિસે લાવી સઘન પૂછપરછ કરતા તે ગુજરાતના અલગ અલગ પોલીસ મથકમાં 18 દારૂના ગુનામાં સંડોવાયેલો હોવાની કબૂલાત કરી હતી તેમજ પોલીસે તપાસ કરતા આરોપી મહેશ તન્ના અગાઉ ગોવા, ગુજરાત, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રના 11 પોલીસ મથકના દારૂના ગુનામાં પકડાઈ ચુક્યો હોવાની હકીકત બહાર આવી હતી પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...