તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:રાંદેરના જીલાની બ્રિજ પર બર્થડે ઉજવણીનો વીડિયો ફરતો થયો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીડિયોના આધારે યુવકોની શોધખોળ

હવે રાંદેરના જીલાની બ્રિજ ઉપર જાહેરમાં બર્થ ડે મનાવતા યુવકોનો વધુ એક વીડિયો વાઇરલ થતા પોલીસે તપાસનો દૌર શરૂ કરી દીધો હતો. રાંદેર પોલીસે સીસીટીવી કેમેરાના આધારે યુવકો કોણ હતા અને કયાના રહેવાસી છે આ તમામ માહિતી મેળવવા માટે તેના વ્હીકલના નંબર આધારે તપાસ શરૂ કરી છે.

ટૂંકમાં જાહેરમાં બર્થડેની ઉજવણી કરતા યુવકોનો વીડિયો જોઈ જાણે તેઓને પોલીસનો જરાયે ખૌફ ન હોય એવુ લાગે છે. વિડીયોમાં આગળ રિક્ષા પણ દેખાય છે અને 7 થી 8 યુવકો મિત્રનો જન્મ દિવસની ઉજવણી કરી હાથમાં સ્પ્રે લઈ એકબીજા પણ છાંટતા દેખાય છે એટલું જ નહિ સ્પ્રે ખાલી થતા બ્રિજ પરથી નીચે ફેંકતા પણ દેખાય આવે છે. આ સમયે વાહનચાલકોની પણ અવરજવર જોવા મળે છે. કોરોનાની મહામારીને લઈ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવા પર પોલીસે રોક લગાવી છે છતાં આ યુવકો જન્મ દિવસની ઉજવણી કરતા હતા.

પોલીસને આશંકા છે આ યુવકો નજીકના વિસ્તારના હોઈ શકે છે. એક મિનિટ અને 7 સેકન્ડના આ વીડિયોમાં યુવાનો બ્રિજ ઉપર ડાન્સ કરી એક બીજા ઉપર કેક લગાડતા હોવાનું પણ સ્પષ્ટ દેખાય છે. તો બીજી તરફ એક જાગૃત નાગરિકે યુવકોનો વીડિયો મોબાઇલમાં રેકોડિગ કરી લીધો હતો. જેના કારણે મામલો બહાર આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...