• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Husband Made A Video Of His Wife's Brutal Murder In Surat's Kim Sitting Next To The Corpse, Then Jumped To Death In Front Of The Train

નિર્દયી પતિનો આપઘાત:સુરતના કિમમાં પત્નીની ક્રુર હત્યા કરી લાશની બાજુમાં બેસી પતિએ વીડિયો બનાવ્યો, પછી ટ્રેન સામે કૂદી જતાં મોત

સુરત8 મહિનો પહેલા
પત્નીની હત્યા કરી આપઘાત કરનાર હરીશચંદ્રની ફાઈલ તસવીર. - Divya Bhaskar
પત્નીની હત્યા કરી આપઘાત કરનાર હરીશચંદ્રની ફાઈલ તસવીર.
  • વીડિયો ઉતારી સસરાને મોકલવા પ્રયાસ કર્યો હતો
  • ચાર દિવસ બાદ હત્યારા પતિની લાશ મળી આવી

સુરત જિલ્લાના ઓલપાડના કિમ ગામે ગત સોમવારે 22 વર્ષીય પરિણીતાની પતિએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી ભાગી છૂટ્યો હતો. જોકે, પતિએ ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. ગત રોજ હત્યારા હરીશચંદ્રની લાશ કિમ-કઠોદરા વચ્ચે રેલવે ટ્રેક પરથી મળી આવી હતી. પત્નીની હત્યા કરી આપઘાત કરી લેનાર પતિ હરીશચંદ્રના મળી આવેલા મોબાઈલમાંથી હત્યા બાદ ઉતારેલો વીડિયો પણ મળી આવ્યો હતો.

પત્નીની હત્યા બાદ વીડિયો ઉતાર્યો
પત્ની કિરણની હત્યા કર્યા બાદ પતિ હરીશચંદ્રએ પત્નીની લાશની બાજુમાં બેસી વીડિયો પણ ઉતાર્યો હતો. આ સાથે જ વીડિયોમાં પત્ની અંગે ખરાબ શબ્દો બોલી, કુછ પૂછો મત, ઈસલિયે આજે મેને ઈસકા ખૂન કર દીયા હે. આ વીડિયો તેના સસરાને મોકલવા પણ પ્રયાસ કર્યો હતો. જોકે, તે ફોરવર્ડ ન થઈને મોબાઈલમાં જ રહી ગયો હતો.

પત્નીની હત્યા કરી ભાગતો પતિ સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો.
પત્નીની હત્યા કરી ભાગતો પતિ સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો.

ઠંડે કલેજે હત્યા કરી પતિ સાઇકલ લઈ ભાગી ગયો હતો
ઓલપાડના કિમ ગામે ગત સોમવાર વહેલી સવારે અંબિકા નગર સોસાયટીમાં રહેતી કિરણબેન (ઉં.વ 22)ની ઠંડે કલેજે હત્યા કરી પતિ હરીશચંદ્ર રામમનોહર નિશાદ (મૂળ વિનાયકપુર, અયોધ્યા ઉત્તરપ્રદેશ, હાલ રહે અંબિકા નગર, કિમ -કઠોદરા)ભાગી ગયો હતો. પતિ જે મકાનમાં રહેતો હતો તેને તાળું મારી સાઇકલ લઈ ભાગી છૂટ્યો હતો. કિરણબેનના હરીશચંદ્ર સાથે લગ્ન 6 મહિના પહેલા જ થયા હતા. લગ્ન બાદ સતત ઝઘડાઓ થયા કરતા હતા.

જમાઈને ભાગતો જોઈ પિતા મકાન પર પહોંચતા દીકરી લોહીના ખાબોચિયામાં મળી આવી હતી.
જમાઈને ભાગતો જોઈ પિતા મકાન પર પહોંચતા દીકરી લોહીના ખાબોચિયામાં મળી આવી હતી.

કિમ-કઠોદરા વચ્ચે રેલવે ટ્રેક પરથી લાશ મળી
પત્નીને મોતને ઘાટ ઉતારી સાઇકલ લઈ ભાગી છૂટેલા હત્યારા પતિ હરીશચંદ્રને શોધવા એલસીબી,એસઓજી સાથે કિમ પી.એસ આઈ પી જી પંડ્યા સહિત સ્થાનિક રાહે નિવેદનો લઈ પોલીસે 10 જેટલા વ્યક્તિઓના નિવેદનો લીધા હતા. પીએસઆઇ પંડ્યા સહિત કોન્સ્ટેબલ અશોકભાઈ વણઝારા સતત રેલવે પોલીસના પણ સંપર્કમાં હોઈ ત્યારે હત્યારા પતિની લાશ કિમ કઠોદરા વચ્ચે રેલવે ટ્રેક પરથી મળી આવી હતી. મૃતકના ભાઈ ફુલચંદે લાશને ઓળખી બતાવી હતી.

આ તસવીરે વિચલિત કરી શકે છે.
આ તસવીરે વિચલિત કરી શકે છે.

હત્યાના દિવસે જ આપઘાત કર્યાની આશંકા
પત્નીની હત્યા કર્યા બાદ પતિ હરીશચંદ્ર સાઇકલ લઈને કિમ કઠોદરા વચ્ચે રેલવે ટ્રેક પર પહોંચી ગયો હોવાનું અને ત્યારે ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરી લીધો હોવાની શક્યતા છે. રેલવે ટ્રેક પરથી બેલ્ટ, ચંપલ અને શર્ટ પણ મળી આવ્યા હતા. મરનારના ફોનમાંથી મળેલા વીડિયો પરથી તેણે જ પત્નીની હત્યા કરી હોવાનું જણાયું હતું.

6 મહિના પહેલાં જ લગ્ન થયા હતા.
6 મહિના પહેલાં જ લગ્ન થયા હતા.

પીએમ કરી લાશ પરિવારને સોંપી દેવાઈ
પી.જી પંડ્યા (પીએસઆઇ કિમ)એ જણાવ્યું હતું કે,કિમ રેલવે સ્ટેશનથી કઠોદરા નજીક રેલ્વેની ડાઉનલાઇન ટ્રેક પરથી ગુરુવારે હરીશચંદ્રની લાશ મળી આવી હતી.રેલવે પોલીસના સંપર્કમાં રહેતા લાશની જાણ થતાં મૃતકના પરિવારને બતાવતા લાશ ઓળખી બતાવી હતી. સ્થળ પરથી મૃતકના ચંપલ, બેલ્ટ, શર્ટ મળી આવ્યા છે. લાશનું પીએમ કરી પરિવારને સોંપી દેવામાં આવી છે. મૃતકની સાઇકલ હજી મળી નથી.