રાજ્યમાં લઠ્ઠાકાંડ મુદ્દે રાજકારણ ગરમાયું છે ત્યારે સુરતના વોર્ડ નં.16 પુણા(પશ્ચિમ)ના ભાજપના વોર્ડ પ્રમુખ જયસુખ ઠુમ્મર અને વોર્ડ ન.16ના જ ભાજપના બક્ષીપંચ મૉર્ચાના મહામંત્રી શાંતિલાલ સુતરીયા દારૂની મહેફિલ માણતા કેમેરામાં કેદ થઇ ગયા હતા. કોઈ ઓફિસ જેવી જગ્યાએ બંને જે મહેફિલમાં બેઠા હતા એમાંથી જ કોઈએ બંનેનો દારૂ પીતો વિડીયો બનાવી લીધો હતો.
બંને દારૂના ગ્લાસ પકડી ચર્ચા કરતા વિડીયોમાં સ્પષ્ટ નજરે પડતા હતા. મહેફિલમાં અન્ય એક કે બે વ્યક્તિ પણ હોવાનું વિડીયો પરથી જણાય રહ્યું હતું.વિડીયો મામલે ઠુમ્મરને પૂછવામાં આવતા કહ્યુંં કે વિડીયો મને મળ્યો નથી તમે મોકલો તો જોઈને કહું બાદમાં વિડીયો જોઈ કહ્યું કે, હા હું દેખાઉં તો છું વીડિયોમાં, કઈ જગ્યાએ મહેફિલ ચાલતી હતી અને અન્ય કેટલા લોકો મહેફિલમાં હતા એ બાબત પૂછતાં કશો ફોડ પાડ્યો ન હતો. વિડીયોમાં‘ અભી ઝિંદા હું તો જી લેને દે,ભરી બરસાત મેં જી લેને દે’ સોંગ પણ વાગી રહ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.