તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • A Truck Collided With A Highmast Tower In Wool, Fell Over A Pole Bridge, And The System Did Not Check Its Strength Even After The Varachha Incident.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાપરવાહી:ઉનમાં ટ્રક હાઇમાસ્ટ ટાવર સાથે અથડાઇ, પોલ બ્રિજ ઉપર પડ્યો, વરાછાની ઘટના બાદ પણ તંત્રે સ્ટ્રેન્થ ન ચકાસી

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક

વરાછામાં તૂટી પડેલો હાઇમાસ્ટ લાઇટ પોલ રાહદારીના મોતનું કારણ બન્યું હતું. આવી જ વધુ એક ઘટના સચીન-ઉન રોડ ઉપર થતાં રહી ગઇ છે. બુધવાર મોડી રાતે ઉન-સચીન રોડનાં બીઆરટીએસ પાસે રિવર્સ ટર્ન લઇ રહેલી ટ્રક હાઈમાસ્ટ ટાવર સાથે અથડાઇ હતી. જેથી ટાવર ધડાકાભેર આરસીસી અને જે-બોર્ડના બોલ્ટ તોડી તૂટી પડ્યું હતું. સદનસીબે 20 મીટર ઊંચો પોલ રોડનાં બદલે સચીન બ્રિજ ઉપર પડતાં જાનહાની ટળી હતી. જોકે આ ઘટનાએ પાલિકાએ શહેરમાં 400થી વધુ સ્થળો પર ઉભા કરેલા હાઇમાસ્ટ ટાવરની મજબુતાઇ પર સવાલ ઊભાં કર્યા છે.

વર્ષ પહેલાં પણ ટેક્નિશિયન ટીમે સરવેના આધારે શહેરના વિવિધ હાઇમાસ્ટને મેઇન્ટેનન્સની જરૂર હોવાની નોંધ કરી હતી. જેનાં આધારે વર્ષ પહેલાં SVNITને દરેક હાઇમાસ્ટના ઇન્સ્પેક્શનનું કામ સોંપવા એસ્ટિમેટ પણ મંગાવાયા હતા. આ કામગીરી હજુ કાગળો ઉપર છે. આ ઘટનાથી પાલિકાનાં સ્ટ્રીટ લાઇટ વિભાગની કામગીરી વધુ એક વખત વિવાદોમાં સપડાઇ છે.

હાઇમાસ્ટના ફાઉન્ડેશન જે-બોર્ડના બોલ્ટ તૂટ્યા
બુધવારે ઉન બીઆરટીએસ પાસે રિવર્સ લેતી ટ્રકનો પાછળનો ભાગ હાઇમાસ્ટ ટાવર સાથે અથડાયો હતો. રિવર્સ ટ્રકની સ્પિડથી લાગેલી ટક્કરમાં જ 20 મીટરનો હાઈમાસ્ટ આરસીસી ફાઉન્ડેશન અને જે-બોર્ડના બોલ્ટ સાથેનો ભાગ તૂટ્યો હતો. બોલ્ટના ટુકડા થઇ જતાં બોલ્ટ અથવા જે-બોર્ડને કાટ લાગ્યો હોવાનું કહેવાય છે. જે તજજ્ઞોના મુજબ ગંભીર બાબત છે.

એક્સપર્ટ વ્યૂ : સમયસર ઇન્સ્પેક્શન જરૂરી
હાઇમાસ્ટ ટાવરોના ઇન્સ્ટોલેશન વખતે પ્રૂફ ચેકિંગ થાય છે. અમુક વર્ષો સુધી લાયબિલિટી નિયત હોય છે. જોકે પછી તેનું મેઇન્ટેનન્સ ટેન્ડરની શરતો ઉપર નિર્ભર હોય છે. સિંગલ પાઇપ ઉપર હાઇમાસ્ટ ટાવર ઊભો કરવાનો હોવાથી ફાઉન્ડેશનની સ્ટ્રેન્થ ખુબ અગત્યની છે. સમયસર ઇન્સ્પેકશન જરૂરી છે. - ડો. અતુલ દેસાઇ, પ્રોફેસર, એસવીએનઆઇટી

સ્ટ્રેન્થ ચકાસણીની ફાઇલ હજુ પેન્ડિંગ છે
ઉન ખાતે અકસ્માતે હાઇમાસ્ટ પડ્યો છે. આમ તો ટાવરની આયુષ્ય 20 વર્ષ જેટલી હોય છે. એક્સિડન્ટનો ધક્કો જોરદાર હોવાથી જ હાઇમાસ્ટ ટાવર પડ્યો છે. બોલ્ટ કાટ લાગીને તૂટયા નથી. ઇન્સ્પેક્શનની ફાઇલ જૂની છે. તેની મંજૂરી પણ બાકી છે. - રોહિતભાઇ પટેલ, ઇન્ચાર્જ કાર્યપાલક, સ્ટ્રીટ લાઇટ વિભાગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો