તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A Tree Fell In Surat's Katargam After Heavy Rains At Night, Residents Of The Society Alleged That The Tree Was Cut Down On Environment Day.

વૃક્ષનું નિકંદન:સુરતના કતારગામમાં રાત્રે પડેલા વરસાદ બાદ ઝાડ પડ્યું, પર્યાવરણ દિવસે જ વૃક્ષ કાપ્યાના સોસાયટીના રહિશો પર આક્ષેપ

સુરત2 મહિનો પહેલા
ઝાડ પડ્યા બાદ પર્યાવરણપ્રેમીઓએ દુઃખની લાગણી અનુભવી હતી.
  • સોસાયટીની દિવાલ પાસે ઉભેલા ઝાડ પડયું કે કાપી નાખ્યા મુદ્દે સવાલો ઉઠ્યા

સુરતના કતારગામ વિસ્તારમાં વિજય રાજ સર્કલ પાસે સત્યમ સુંદરમ સોસાયટી નજીક ઝાડ પડી ગયું હતું. રાત્રે આવેલા વરસાદને લઈને ઝાડ પડી ગયા બાદ સ્થાનિકોએ વૃક્ષને કાપ્યું હોવાનું સોસાયટીના રહિશોએ જણાવ્યું હતું. જો કે, પર્યાવરણપ્રેમીઓએ કહ્યું કે, વિશ્વ પર્યાવરણ દિવસે જ ઝાડને કાપી નાખવામાં આવ્યું છે. કુહાડીના ઘા કરીને નડતરરૂપ ન હોવા છતાં ઝાડને કાપી નાખવામાં આવ્યું છે.

ઝાડ જમીનદોસ્ત થયા બાદ પર્યાવરણપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો.
ઝાડ જમીનદોસ્ત થયા બાદ પર્યાવરણપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો.

સોસાયટીવાલીઓએ કહ્યું રાત્રે પડ્યું હતું
વિજય રાજ સર્કલ પાસે આવેલી સત્યમ સુંદરમ સોસાયટીના રહિશોએ જણાવ્યું હતું કે, આ વૃક્ષ રાત્રિના સમયે આવેલા વરસાદના કારણે પડી ગયું હશે. દિવાલને નજીક ઝાડ હતુ કોઈને નડતરૂપ પણ નહોતું. પરંતુ ઝાડ પડતા રસ્તો બ્લોક થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ હોવાથી ઝાડને થડમાંથી કાપીને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઝાડ વાવવામાં સોસાયટી માને છે કાપવામાં ની તેમ વધુમાં જણાવ્યું હતું.

સોસાયટીના રહિશોએ ઝાડ કાપ્યાના આક્ષેપો નકાર્યા હતાં.
સોસાયટીના રહિશોએ ઝાડ કાપ્યાના આક્ષેપો નકાર્યા હતાં.

સોસાયટીના રહિશો પર આક્ષેપ
નિતીન ટાંકે જણાવ્યું કે, તેઓ આ વિસ્તારમાંથી સવારે પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન જ આ વૃક્ષ ધરાશાયી થયું હોવાનું નજરે પડયું હતું. દુઃખદ બાબત એ છે કે, વૃક્ષ કાંઈ વધુ પડતા વરસાદને કારણે કે, પૂરપાટ ઝડપે ફુંકાતા પવનના લીધે ધરાશાઈ થયું નથી. પરંતુ સોસાયટીના રહિશો દ્વારા કુહાડી મારીને કાપવાનો પ્રયાસ કર્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે જે ખૂબ જ નોંધનીય બાબત છે. આજે સમગ્ર શહેર પ્રદૂષણની ગર્તામાં ધકેલાઈ રહ્યું છે, ત્યારે એક એક ઝાડ બહુમૂલ્યવાન સાબિત થઈ રહ્યા છે એ લોકોએ સમજવું જોઈએ. આવા મોટા ઝાડને કાપી નાખવાની જગ્યાએ રિ સ્ટોરેશન પણ કરવું જોઈએ.