• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A Traffic Jam Occurred Near Katargam Ashram In Surat, Not A Single Employee Of The Traffic Department Moved For One And A Half Hours.

વાહનચાલકોને હાલાકી:સુરતમાં કતારગામ આશ્રમ પાસે ટ્રાફિકજામ સર્જાયો, ટ્રાફિક વિભાગનો એક પણ કર્મચારી દોઢ કલાક સુધી ફરક્યો નહીં

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
સવારે કામકાજ અર્થે નીકળેલા લોકો કતારગામ આશ્રમ પાસે ટ્રાફિકમાં ફસાયા. - Divya Bhaskar
સવારે કામકાજ અર્થે નીકળેલા લોકો કતારગામ આશ્રમ પાસે ટ્રાફિકમાં ફસાયા.

સુરતના કતારગામ વિસ્તારમાં મોટી સંખ્યામાં ડાયમંડ ફેક્ટરીના કારખાનાઓ આવેલા છે. તેમજ અન્ય ઉદ્યોગો પણ ખૂબ મોટા પ્રમાણમાં ધમધમે છે. વહેલી સવારે લોકો કામકાજ અર્થે અને ખાસ કરીને હીરા ફેક્ટરી તરફ જવા માટે નીકળતા હોય છે. તેવા સમયે ભારે ટ્રાફિકજામથી લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. કતારગામ આશ્રમ પાસે આખો રસ્તો બ્લોક થઈ ગયો છતાં પણ ટ્રાફિકનો એક પણ જવાન ફરક્યો નહીં.

ટ્રાફિક પોઇન્ટ ઉપર કોઈ ટ્રાફિક જવાન ફરક્યું નહીં
સુરતમાં ટ્રાફિક સમસ્યા દિવસે વકરી રહે છે. એક તરફ ફ્લાય ઓવરબ્રિજ બની રહ્યા છે પરંતુ બીજી તરફ કેટલાક વિસ્તારોમાં હજી પણ ટ્રાફિકની સમસ્યા યથાવત્ જોવા મળી રહી છે. આજે વહેલી સવારે આઠ વાગ્યાથી 9:30 વાગ્યા સુધીના સમય દરમિયાન ટ્રાફિકજામ હોય છે. આ સમય દરમિયાન કતારગામ આશ્રમની આસપાસના વિસ્તારોમાં ભારે ટ્રાફિકની અવરજવર રહેતી હોય છે. તેવા સમયે ટ્રાફિક જવાન ચોકડી ઉપર કે સર્કલ ઉપર ઉભા ન હોય તો આ પ્રકારની સમસ્યા ઊભી થતી રહે છે.

લોકોએ પોતે જ ટ્રાફિક દૂર કરવાનો પ્રયાસ કર્યો
દેવરાજ શિંગાળાએ જણાવ્યું કે હું પોતે ટ્રાફિકમાં ફસાયો હતો. મારી કાર કાઢવા માટે હું પોતે જ ગાડીની બહાર નીકળીને ટ્રાફિક ઓછો કરવાનો પ્રયાસ કર્યો હતો. કારખાનામાં જવા વાળાની સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં છે.તેવા સમયે ટ્રાફિક સુનિયોજિત રીતે કરવું એ ટ્રાફિક વિભાગની ફરજ છે પરંતુ અહીં કોઈ જ ટ્રાફિક કર્મચારી આજે દેખાયો ન હતો. તેના કારણે અડધો પોણો કલાક સુધી લોકો ટ્રાફિકમાં ફસી રહ્યા હતા. ઘણી વખત તો આ પ્રકારના ટ્રાફિકમાં વાહન ચાલકો એકબીજા સાથે અંદર ઝઘડો કરતા હોય છે અને મારામારી પણ થઈ જતી હોય છે.

સિટી બસ બંધ થઈ જતા ટ્રાફિકજામ થયો: ટ્રાફિક પોલીસ
ટ્રાફિક પી.આઈ એલ.જી.ખરાડીએ જણાવ્યું કે સવારના સમયે ત્યાં સિટી બસ બંધ થઈ જવાના કારણે ટ્રાફિકજામ થઈ ગયો હોવાનું મારા ધ્યાન પર આવ્યું હતું. ટ્રાફિકના જવાનો પણ ફરજ પર હાજર જ હતા. તેમણે જ ટ્રાફિકને નિયંત્રણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...