તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ધંધામાં નુકસાનથી 4 કરોડમાં કિડની વેચવા તૈયાર થયેલા વેપારીએ રૂ.20 લાખ ગુમાવ્યા

સુરત3 મહિનો પહેલાલેખક: રિતેશ પટેલ
  • કૉપી લિંક
  • કોરોનાથી નુકસાન જતાં લાલગેટના વેપારીએ બંધ કરેલો ધંધો ફરી શરૂ કરવા કિડની વેચવા નિર્ણય કર્યો
  • ‘કિડની આપનારાને ચાર કરોડ આપીશું’ની ઓનલાઇન જાહેરાત વાંચી વેપારીએ ઠગ ટોળકીનો સંપર્ક કર્યો, વોલેટમાં બે કરોડની રકમનું સ્ક્રિનશોટ બતાવી રજિસ્ટ્રેશન પેટે 20 લાખ પડાવી લીધા

કોરોનાની મહામારીને કારણે ધંધામાં મોટું નુકસાન થયું હોવાથી લાલગેટ ખાતે રહેતા 28 વર્ષીય મુસ્લિમ વેપારીએ ધંધો બંધ કરી દેવાની નોબત આવતા કીડની વેચવા તૈયાર થયા હતા. ધંધામાં નુકસાન જતા વેપારીએ 4 કરોડમાં કિડની વેચવાના ચક્કરમાં 20 લાખની રકમ ગુમાવવી પડી છે. વેપારીએ સોસિયલ મીડિયા પર કીડની અંગે સર્ચ કરતા ઓનલાઇન જાહેરાત વાંચી હતી, જેમાં લખ્યું કે કિડની જરૂર છે કોઈ કિડની આપવા માંગતા હોય તો તેને 4 કરોડ આપીશું.

કીડનીની ઓનલાઇન જાહેરાત જોઈ વેપારીએ તેનો મોબાઇલથી સંપર્ક કરી પોતાની કિડની વેચવાનું નક્કી કર્યું હતું. વેપારીને કહેવું હતું કે, એક કિડની આપીને દેવું ચૂકતે કરી ધંધો ફરી શરૂ કરવાનો પ્લાન હતો. વેપારીને વિશ્વાસમાં લેવા ઠગ ટોળકીએ પહેલા 2 કરોડની રકમ વોલેટમાં બતાવી તેનો સ્કીનશોર્ટનો ફોટો પાડી મોકલાવ્યો હતો. પછી વેપારીને 2 કરોડની રકમ આપવા માટે પહેલા ઠગ ટોળકીએ 20 લાખની રકમ પડાવી હતી. વેપારીને રજીસ્ટ્રેશન, જીએસટી સહિત અલગ ચાર્જીસના નામે 20 લાખની રકમ પેટીએમ અને બેંક એકાઉન્ટથી લીધી હતી.

વેપારી સાથે ઓનલાઇન ચીટીંગ જાન્યુઆરીથી માર્ચ-21 વચ્ચે થયું છે. એક તો ધંધામાં મોટું નુકસાન ઉપરથી 2 કરોડ એડવાન્સ લેવાના ચક્કરમાં બીજી 20 લાખની રકમ સંબંધી અને મિત્રો પાસેથી ઉછીની લઈને વેપારી વધુ દેવાદાર બની ગયો છે. ડિપ્રેશનને લઈને વેપારીએ આ બાબતે સાયબર ક્રાઇમમાં અરજી પણ કરી છે. જેના આધારે સાયબર ક્રાઇમે તપાસનો દૌર શરૂ કરી દીધો છે. સુરતમાં વેપારીએ કિડની વેચવાના ચક્કરમાં ઠગાઈ થયાની આ પહેલી ઘટના છે.

પહેલા પૈસા માંગે તો સાવધ થવું જોઇએ સાયબર ઠગો ખોટી કે ફેક માહિતી ગુગલ અને સોસિયલ મીડિયાના સર્ચમાં પ્રથમ આવે તે માટે તેનો એડવર્ટાઇઝિંગ કરીને પૈસા ચુકવતા હોય છે. આવી લોભામણી માહિતી પર લોકો ક્લીક કરી તેને સાચી માની લેતા હોય છે. જાહેરાત જેવી માહિતીને સાચી ન માની તેના માટે યોગ્ય ચકાસણી કરવી. કોઈપણ આ રીતે જ્યારે પહેલા પૈસાની માંગણી કરે તો સાવધ થઈ પૈસાની ચુકવણી ન કરી તેની યોગ્ય તપાસ કરવી જોઇએ. > ડો.ચિંતન પાઠક, સાયબર એક્સપર્ટ

અન્ય સમાચારો પણ છે...