ધરપકડ:ઓનલાઇન ગાંજો મંગાવી કુરિયરમાં ચેન્નાઇ મોકલનારો વેપારી પકડાયો

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સુરત એરપોર્ટ પર સ્કેનિંગમાં 26.74 ગ્રામ ગાંજો મળ્યો

સુરત એરપોર્ટ પર તા. 27 એપ્રિલે ઈન્ડિગો કાર્ગો ફ્લાઈટમાં માલ સામાન ભરતી વેળા સામાનના સ્કેનિંગમાં 26.74 ગ્રામ ગાંજો મળ્યો હતો. જે ગાંજો ભરૂચના ચેતના એન્ટરપ્રાઈઝના પાર્સલમાંથી મળતા પોલીસે ભરૂચથી યુવકને પકડી પાડ્યો હતો. પૂછપરછમાં ભરૂચના આરોપી અફ્ઝલ ઐયુબ પટેલ(26)(રહે. આબાદનગરભરૂચ)એ જણાવ્યું હતું કે, તેના મિત્રે ચેન્નઈમાં રહેતા એના મિત્ર માટે ઓનલાઈન ગાંજો મંગાવ્યો હતો. ગાંજો મોકલવા માટે મારી ઓફિસનું સરનામું લખી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.

ડુમસ પોલીસે જણાવ્યું હતું કે, આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. 3 દિવસ પહેલા હોસ્પિટલમાંથી રજા આપતા પોલીસે ધરપકડ કરી કોર્ટમાંથી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ ગાંજો અફઝલના એક મિત્રએ ઓનલાઇન મંગાવ્યો હતો. ગાંજો ઓનલાઇન ‘ઓજી’ તરીકે ઓળખાય છે. પોલીસે અફઝલના મિત્ર અને ચેન્નાઇના વ્યક્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. રિમાન્ડ પૂરા થતા અફઝલ લાજપોર જેલમાં બંધ છે.

અન્ય સમાચારો પણ છે...