કામગીરી:વરાછા-કતારગામના હીરા એકમોમાં 193 સહિત કુલ 859 સુરક્ષા કવચ કમિટી બની

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ક્લસ્ટર વિસ્તારમાં સુરક્ષા કવચ કમિટી કોરોના માર્ગદર્શિકાનું પાલન કરાવશે

પાલિકાએ કોરોના સંક્રમણને અટકાવવા માટે ક્લસ્ટર વિસ્તારમાં આવેલી દરેક સોસાયટીઓમાં સ્વૈચ્છીક સંસ્થા અને જાગૃત નાગરિકોના સહયોગથી ‘સુરક્ષા કવચ કમિટી’ની રચના કરાવી છે. આ કમિટીના સભ્યો લોકોને જાગૃત કરવા અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા અને કરાવવા કામગીરી નિભાવશે. શહેરમાં કુલ 859 જેટલી સુરક્ષા કવચ કમિટીની રચના કરવામાં આવી છે. વરાછા અને કતારગામ વિસ્તારના હીરા એકમોમાં 193 સુરક્ષા કવચ કમિટી બનાવી છે. તેઓ સોશિયલ ડિસ્ટંન્સીંગ, માસ્ક સહિતની એસઓપીનું પાલન કરાવશે.

શાકભાજી વેચનારાઓનો ટેસ્ટ કરાશે
પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ મ‌‌ળેલી બેઠકમાં શાકભાજી માર્કેટોમાં બે લારીઓ વચ્ચે અંતર જાળવવા કૂંડાળાઓ બનાવી તેમાં જ ઉભા રાખવા તેમજ ખરીદી માટે જતાં લોકો માટે પણ કૂંડાળા કરવા એમાં ઉભા રહે તેનું પાલન કરાવવા જણાવ્યું છે. શાકભાજી વિક્રેતા ફેરિયાઓમાં સુપરસ્પ્રેડર્સ હોય શકે તેવી શક્યતાએ તમામના ટેસ્ટ કરવા સૂચના અપાયું છે. રાંદેર, અઠવા, કતારગામ વિસ્તારમાં શાકમાર્કેટોમાં કડક કાર્યવાહી કરવામાં આવનાર છે. આ સાથે અઠવા વિસ્તારના મોલ, શોપિંગ કોમ્પલેક્સો, શોરૂમો, દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્કના નિયમ અંગે ટીમ બનાવી કડક કાર્યવાહી કરવા માટે ઝોનના અધિકારીઓને તાકિદ કરવામાં આવી છે.

વરાછા-કતારગામના હીરા એકમોમાં ફરી સરવે શરૂ
કતારગામ અને વરાછા વિસ્તારમાં હીરા એકમોમાં રત્ન કલાકારોમાં ફરી ચેપ નહી વકરે તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક સહિતના એસઓપીના પાલન કરાવવા સૂચના આપી છે જેમાં, બે થી વધુ રત્ન કલાકારો એક ઘંટી પર બેઠા હોય તો બીજી વખત દંડ સાથે યુનિટ બંધ કરવા આદેશ અપાયો છે તે અંગે કતારગામ અને વરાછા ઝોને ફરી વખત સરવે પણ હાથ ધરી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...