• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A Total Of 52 Complaints Of Hospitals Squandering More Money During The Corona Period, 5 Hospitals Received 10 Patients For Rs. Order To Pay 7.19 Lakh, If Not Paid Within 7 Days, Action Will Be Taken

સુરત પાલિકા કમિટીનો આદેશ:કોરોનાકાળમાં હોસ્પિટલોએ વધુ નાણાં ખંખેર્યાંની 52 ફરિયાદ; 5 હોસ્પિટલોને 10 દર્દીને 7.19 લાખ ચુકવવા આદેશ, 7 દિવસમાં ન ચૂકવે તો કાર્યવાહી કરશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ખાનગી હોસ્પિટલની લૂંટફાટનો ભોગ બનેલા દર્દીઓની ફરિયાદ સાંભળવા બનેલી પાલિકાની કમિટિની બેઠકમાં નિર્ણય
  • અઠવાગેટની એક જ હોસ્પિટલે બે દર્દી પાસે રૂપિયા 4.38 લાખ વધુ ખંખેર્યા હતા, 2 કેસમાં ગ્રાહક કોર્ટમાં જવા માર્ગદર્શન અપાયું
  • એક દર્દીને 6.37 લાખનું બિલ અપાયું, જેમાંથી 2.63 લાખ વધારે વસૂલાયા હતા​​​​​​​

કોરોનાકાળમાં દર્દીઓને મસમોટા બીલ પકડાવી લાખો રૂપિયા પડાવનારી ખાનગી હોસ્પિટલો સામે કાર્યવાહી કરવા માટે પાલિકાએ એક કમિટિ બનાવી હતી. આ કમિટિની બેઠકમાં શહેરની પાંચ હોસ્પિટલોને 10 દર્દીઓને રૂ. 7. 19 લાખ ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે. 52 ફરિયાદો પૈકી 35 કેસના એક-એક બિલની ચકાસણી કરાઈ હતી પણ તેમાં સરકાર દ્વારા મંજૂર કરાયેલા પેકેજ મુજબ જ બિલ બન્યું હોવાનું જણાતા ફરિયાદો દફતરે કરી દેવાઈ હતી.

7 દિવસમાં હોસ્પિટલ રૂપિયા ન ચૂકવે તો કમિટિ તેમના નામ જાહેર કરીને કાર્યવાહી કરશે. કમિટિના સભ્ય વ્રજેશ ઉનકટે જણાવ્યું કે, ખાનગી હોસ્પિટલોએ વધુ રૂપિયા લીધા હોવાની અત્યાર સુધીમાં કમિટીને કુલ 52 ફરિયાદ મળી છે. 2 કેસમાં તો પાલિકા તપાસ કરે તે પહેલા સમાધાન થઇ જતા હોસ્પિટલોએ દર્દીઓને રૂપિયા પરત કરી દીધા હતા. 2 ફરિયાદ એવી છે જેમાં મેડીક્લેઇમ ઓછો આવ્યો છે. જેથી દર્દીઓને ગ્રાહક સુરક્ષામાં જવા સુચના આપવામાં આવી છે. જ્યારે 5 કેસમાં જરૂરી ડોક્યુમેન્ટનો અભાવ હોઇ 27 ડિસેમ્બર સુધીમાં ડોક્યુમેન્ટની પુર્તતા કરવા માટે જણાવાયું છે.

1 કેસમાં 2.63 લાખ, બીજામાં 1.78 લાખ ચુકવવા પડશે
કમિટિએ જે 10 કેસમાં 5 હોસ્પિટલને 7.19 લાખ ચૂકવવા સૂચના આપી છે તેમાં સૌથી વધુ 4.38 લાખ માટે એક જ હોસ્પિટલને કહેવાયું છે. અઠવાગેટની આ હોસ્પિટલમાં એક કેસમાં 2.63 લાખ અને બીજા કેસમાં 1.78 લાખ ચૂકવવા સૂચના અપાઈ છે.

પેકેજમાં તબીબની વિઝિટ ફી સામેલ છતાં વધારાનો ચાર્જ
આ હોસ્પિટલે કોરોનાકાળમાં દર્દીને 6.37 લાખનું બિલ આપ્યું હતું. દર્દીએ રૂપિયા ચૂકવી પણ દીધા હતા. ત્યારબાદ પાલિકાની કમિટિ સમક્ષ દર્દીના સ્વજને ફરિયાદ કરતા તમામ બિલ ચકાસાયા હતા. જેમાં ખબર પડી કે, સરકારે જે દર નક્કી કર્યા હતા તે મુજબ તબીબની વિિઝટ ફી સામેલ હોવા છતાં અલગથી વસૂલાઈ હતી.

3.88 લાખના બિલમાં 1.78 લાખ વધૂ વસૂલવામાં આવ્યા હતા
બીજા નંબર પર 1.78 લાખ પરત કરવાનો કેસ છે. આ પણ અઠવાગેટની હોસ્પિટલ જ છે જેણે દર્દીને ખંખેરી લીધો હતો. દર્દી પાસેથી રૂ. 3.88 લાખ વસૂલવામાં આવ્યા હતા. જેમાં વધારાની ડોક્ટર વિઝિટ ફી, મેડિસિન અને અન્ય એકસ્ટ્રા ચાર્જ લેવામાં આવ્યો હતો. કમિટિએ આ દર્દીને રૂ. 1.78 લાખ પરત કરવા હોસ્પિટલને સૂચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...