તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાવાઈરસ:આઈસોલેશન સેન્ટરોમાં કુલ 467 કોરોના દર્દી સાજા થયા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 20 સમાજના કોરોના વોર્ડમાં કુલ 1411 બેડ

દેશભરમાં સહુ પ્રથમ સુરતમાં અલગ અલગ સમાજો દ્વારા શરૂ કરાયેલા કમ્યુનિટી બેઇઝડ કોવિડ આઇસોલેશન સેન્ટરમાં અત્યાર સુધીમાં 467 લોકો સાજા થઈ ચૂક્યા છે. તંત્રના અધિકારીઓની દેખરેખ હેઠળ વિવિધ સમાજો દ્વારા 20 જેટલા ‘કોમ્યુનીટી બેઈઝડ કોવીડ આઈસોલેશન સેન્ટરો’ શરૂ કરવામાં આવ્યા હતા. દેશભરમાં આવા સેન્ટરો પ્રથમ શરૂઆત સુરત શહેરમાં થઈ છે. કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ સેન્ટરોમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

સુરતમાં કમ્યુનિટી બેઈઝ કોવિડ કેર સેન્ટરની વાત કરીએ તો હાલ 20 સમાજોના સેન્ટરોમાં કુલ 1411 બેડ પૈકી 310 કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જયારે 1101 બેડ હજી ઉપલબ્ધ છે અત્યાર સુધીમાં 467 દર્દી સાજા થઈ ચુક્યા છે. આ સેન્ટરમાં કોઈ કુટુંબોમાં કોરોનાગ્રસ્ત દર્દીને ઘરે આઈસોલેશન ન થઈ શકતા હોય તેવા અનેક કોરોના દર્દીઓને ઘર જેવું વાતાવરણ પુરૂ પાડવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...