તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • A Total Of 224 Clusters Were Found In The City With Four Positives In Vesu's Happy Home, The Municipal Commissioner Visited The Cluster.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:વેસુના હેપી હોમમાં ચાર પોઝિટિવ મળતા શહેરમાં કુલ ક્લસ્ટર 224 થયા, પાલિકા કમિશનરે ક્લસ્ટરની મુલાકાત લીધી

સુરત7 દિવસ પહેલા
 • કૉપી લિંક
વેસુના હેપી હોમમાં પોઝિટિવ કેસ આવતા પાલિકા કમિશનરે મુલાકાત લીધી. - Divya Bhaskar
વેસુના હેપી હોમમાં પોઝિટિવ કેસ આવતા પાલિકા કમિશનરે મુલાકાત લીધી.
 • મહારાષ્ટ્રથી આવનારા 600નાં ટેસ્ટ

ચૂંટણી બાદ કોરોના વકરવા માંડ્યો છે ત્યારે પાલિકા ફરી એક્શનમાં આવી ગઇ છે. વેસુના હેપી હોમ એપાર્ટમેન્ટમાં 4 કેસ પોઝિટિવ નોંધાતા કલસ્ટર જાહેર કરાયું છે. કલસ્ટર વધતાં શહેરમાં કુલ ક્લસ્ટર 224 થયાં છે. કેસ વધવા માંડતાં પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ ટીમ સાથે અઠવા ઝોન વિસ્તાર હેપીહોમ ખાતે રાઉન્ડ લીધો હતો અને કોવિડ ગાઇડ લાઇનના ચૂશ્ત અમલ અંગે સૂચના આપી છે. જોકે, ચૂંટણીની સભા-સરઘસો, રેલી, મેળાવડામાં કોવિડ ગાઇડલાઈનના પાલનમાં પાલિકાએ કોઈ દરકાર લીધી નહીં અને ચૂંટણી પૂર્ણ થતાં જ હવે કોરોના અંગે કડક પગલાં લેવા શરૂ કરાયા છે. માસ્ક વગરનાને 1 હજાર સુધીનો દંડ વસુલાત થઈ રહી હોય લોકોમાં પણ રોષનો માહોલ છે.

હાઇવે ચેક પોસ્ટ પર ટેસ્ટ, ડાયમંડ-ટેક્સ.માં સેન્ટરો વધારાયા
ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ ડો. આશિષ નાયકે જણાવ્યું હતું કે, પલસાણા, કામરેજ, રેલવે-બસ સ્ટેશનને સ્ટેસ્ટિંગ જારી કરી દેવાયા છે. મહારાષ્ટ્રથી આવતાં લોકોના ટેસ્ટિંગ કરાઇ રહ્યાં છે રવિવારે 638 ના ટેસ્ટ કરવામાં આવ્યાં છે પરંતુ કોઈ પોઝિટિવ મળ્યું નથી, સોમવારે પણ 600 થી વધુ ટેસ્ટો કરવામાં આવ્યાં છે. તેમજ- ડાયમંડ, ટેક્ષટાઇલ સેન્ટરોમાં પણ ટેસ્ટિંગ સેન્ટરો વધારાયા છે. તો સ્કૂલોમાં ટેસ્ટિંગ કરાયા છે પરંતુ કોઈ પોઝિટિવ નોંધાયા નથી પરંતુ કોવિડ ગાઇડ લાઈનનું પાલન કરાવવા સૂચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો