તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી આફત:મ્યુકર માઇકોસિસના કુલ 185 કેસ, 16નાં મોત, 99 હજુ ગંભીર

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 48 કોવિડ હોસ્પિટલમાં 30થી 60 વર્ષના 73% કેસ
  • 77 દર્દી કોમોર્બિડ, 108 નોન કોમોર્બિડ નોંધાયા

કોરોનાને કારણે થતી બીમારી મ્યુકર માઇકોસિસના કેસમાં વધારો થતાં તંત્ર એલર્ટ થયું છે. સુરતમાં મ્યુકર માઇકોસિસના કુલ 185 કેસ નોંધાયા છે, જેમાંથી 16 દર્દીનાં મોત થયા છે. હાલ આ રોગના 99 એક્ટિવ કેસ છે. જ્યારે 67 દર્દી સાજા થતાં રજા આપવામાં આવી છે. સુરતની કોવિડ 19ની 48 પ્રાઇવેટ હોસ્પિટલમાંથી ચોંકાવનારો આંકડો બહાર આવ્યો છે. સૌથી વધુ આ રોગ 30થી 60 વર્ષના દર્દીઓમાં 73 ટકા કેસ જોવા મળ્યા છે. જ્યારે 60થી વધુ વયના નાગરિકોમાં 26 ટકા અને 30 વર્ષથી નાની ઉંમરના લોકોમાં 1 ટકા કેસ નોંધાયા છે. શહેરમાં નોંધાયેલા 185 કેસમાં 115 (62 ટકા) પુરુષ અને 70 સ્ત્રી (38 ટકા)માં કેસ છે. ઉપરાંત 77 દર્દી કોમોર્બિડ, 108 દર્દી નોન કોમોર્બિડ દર્દીઓ નોંધાયા છે.

સિવિલમાં 25 દર્દીઓ સારવાર હેઠળ
દર્દીઓને મ્યુકરમાઇકોસિસની સારવાર મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલના ઇ.એન.ટી વિભાગ ખાતે જે-3 વોર્ડમાં અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલમાં કુલ 25 દર્દીઓ મ્યુકરમાઇકોસિસની સારવાર લઇ રહ્યા છે,જે પૈકી 3 દર્દીઓની બુધવારે સર્જરી કરવામાં આવી હતી, જેમની હાલત સ્થિર છે.

અન્ય સમાચારો પણ છે...