તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતનો વેપાર ‘ક્વોરન્ટાઈન’:સુરતના ડાયમંડ સિવાય તમામ વેપારને ફટકો, વિવર્સોનું 5100 કરોડનું પેમેન્ટ અટવાયું; હોટલ-રેસ્ટોરન્ટ બંધ થવાના આરે

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કાપડ, વિવિંગ સહિત હોટલ ઈન્ડસ્ટ્રીને 45 દિવસમાં કુલ 10 હજાર કરોડનું નુકસાન

કોરોનાની બીજી લહેરમાં સુરત શહેરનો વેપાર ‘કવોરન્ટાઈન અવસ્થા’માં મૂકાઈ ગયો છે. છેલ્લા 45 દિવસમાં કાપડ, વિવિંગ સહિત હોટલ અને રેસ્ટોરન્ટને કુલ રૂા.10 હજાર કરોડનું નુકસાન થયાનો અંદાજ વેપારીઓએ વ્યકત કર્યો છે. ડાયમંડ સિવાયના તમામ બિઝનેસમાં નુકસાન હોવાનું વેપારીઓ કહે છે. મોટા બિઝનેસમેનથી માંડી નાના નાના વેપારીઓને પણ હવે રડવાનો વારો આવ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં સતત ત્રીજી વખત કાપડના વેપારીઓ સહિત નાના વેપારીઓ દ્વારા પોતાની દુકાનો દિવસ દરમિયાન થોડાક કલાકો ખોલવા દેવા માટે માંગણી કરી રહ્યાં છે. જો કે, પોલીસ અને કલેક્ટર તંત્ર દ્વારા છૂટ આપવાામાં નહીં આવતા ગુરુવારે પૂણા વિસ્તારના નાના વેપારીઓ રસ્તા પર વિરોધ કરવા ઉતર્યા હતા. તેમની માંગ હતી કે, હીરાના કારખાનાં ખૂલ્લા રહે તો અમારી દુકાનો કેમ નહીં

ટેક્સટાઈલ: 14 દિવસથી માર્કેટ સદંતર બંધ, 10 હજાર કરોડના નુકસાનનો અંદાજ
સુરત શહેરમાં ટેક્સટાઈલ માર્કેટંમાં અંદાજે 70 હજાર દુકાનો આવેલી છે. બીજી લહેરમાં શરૂઆતમાં દુકાનો ચાલુ હતી પણ કડક નિયમોના કારણે વેપારને નુકસાન થયું હતુ. પરંતુ છેલ્લા 14 દિવસથી માર્કેટ સદંતર બંધ કરી દેવામાં આવ્યું છે. ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલે ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લગ્નની સીઝનમાં વેપારીઓને ધંધો કરવાની તક હતી પણ આ જ સીઝનમાં બીજી લહેર આવી જતાં વેપાર ઠપ્પ થઈ ગયો છે. છેલ્લા 45 દિવસથી ઠપ્પ થયેલા વેપારને કારણે માર્કેટના વેપારીઓને અંદાજે 10 હજાર કરોડનું નુકસાન થયું છે. માર્કેટ બંધ હોવાના કારણે વેપારીઓ પોતાની લોન પણ ભરપાઈ કરે તેવી સ્થિતિમાં રહ્યાં નથાી. હજુ પણ આગામી દિવસોમાં આ સ્થિતિ યથાવત રહેશે તો કદાચ કેટલાક વેપારીઓને દુકાનો બંધ કરવાનો વારો પણ આવી શકે છે.

વિવિંગ: પાવર લુમ્સના 3641 કરોડ, ઓટો લુમ્સના 1476 કરોડના પેમેન્ટ અટવાયા
કાપડમાર્કેટ બંધ થવાના કારણે વીવર્સોને પણ ભારે મુશ્કેલી સર્જાઈ છે. આવા વેપારીઓના રૂા.5121 કરોડના પેમેન્ટ અટવાઈ પડયા છે. જો કે, આ પેમેન્ટ બજાર ખુલે તે પછી 90 દિવસમાં તેમને મળી રહે તેવી સંભાવના વેપારીઓએ વ્યકત કરી છે.​​​​​​​ લુમ્સસના 30 ટકા મશીન ચાલુ હોવાથી કર્મચારીઓને પગાર અને અન્ય મરામત ખર્ચ પાછ‌ળ પણ વીવર્સોને રોજનું 8.39 કરોડ રૂપિયાનું નુકસાન છે જેની સામે ધંધો મ‌ળતો નથી. ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલા કહે છે કે, વિવર્સોનું છેલ્લા 45 દિવસથી પેમેન્ટ અટવાઈ પડયું છે. આ પેમેન્ટ હજુ માર્કેટ શરૂ થાય તે પછીના 45 દિવસે મળી રહે. જો આવુ થાય તો પણ વીવર્સોની મુશ્કેલી વધી જશે. અને પેમેન્ટ સાઈકલ પણ અટવાઈ જવાના કારણે વેપારીઓની સ્થિતિ કફોડી બની જશે. પેમેન્ટ ફસાઈ જવાની પણ ભીતિ સર્જાઈ છે.

હોટલ: શહેરની 600 હોટલ-રેસ્ટોરન્ટને 45 દિવસમાં 150 કરોડનું નુકસાન થયું
કોરોનાના કેસ વધવાની સાથે સૌ પ્રથમ પાલિકા દ્વારા હોટલ અને રેસ્ટોરન્ટ બંધ કરાવવાામાં આવી હતી. જેના કારણે છેલ્લા 45 દિવસમાં આ ઈન્ડસ્ટ્રીઝને 150 કરોડનું નુકસાન થયાનો અંદાજ હોટલ માલિકોએ વ્યકત કર્યો છે. હોટલ એસોસીયેશનના ઉપપ્રમુખ સનત રેલીયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે, છેલ્લા એક વર્ષમાં અમારી ઈન્ડસ્ટ્રીઝને 1200 કરોડનું નુકસાન થયું છે. જયારે છેલ્લા 45 દિવસમાં 150 કરોડનું નુકસાન થયું છે. જયારે પણ કોરોનાના કેસ વધે ત્યારે સૌથી પહેલા હોટલ અને રેસ્ટોરન્ટ બંધ કરાવી દેવામાં આવે છે અને સ્થિતિ થાળે પડયા પછી પણ હોટલોને સૌથી છેલ્લે ખોલવા દેવાની મંજૂરી મળતી હોય છે. સુરતની 600 નાની-મોટી હોટલમાંથી સંખ્યાબંધ હોટલો તો બંધ થવાને આરે ઉભી છે. કેટલીક મોટી હોટલોને તો રૂા.5-5 કરોડનું નુકસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...