તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આગામી 13મી ડિસેમ્બરે સુરત મનપાના નગરસેવકોની 5 વર્ષની ટર્મ પૂર્ણ થનાર છે ત્યારે ટર્મ પૂર્ણ કરનારા 116 કોર્પોરેટરને 5 વર્ષમાં મળેલી વાર્ષિક ગ્રાન્ટમાંથી શું કામગીરી કરી છે? તેનો અભ્યાસ કરતા શહેરના 116માંથી 36 નગરસેવકોની તમામ ગ્રાન્ટ વપરાઇ ગઇ છે અને 59 નગરસેવકોની કુલ 1,68,76,000 રૂપિયાની ગ્રાન્ટ વાપર્યા વગર રહી ગઈ છે. જ્યારે મેયર સહિતના પદાધિકારીઓની વાત કરીએ તો, મેયર ડો.જગદીશ પટેલ પાસે 1.16 લાખ, ડેપ્યુટી મેયર નિરવ શાહ પાસે 6.45 લાખની ગ્રાન્ટ વણવપરાયેલી પડી છે.
જ્યારે સ્થાયી સમિતિ ચેરમેન અનિલ ગોપલાણી અને શાસકપક્ષ નેતા ગિરજાશંકર મિશ્રાની ગ્રાન્ટ પૂર્ણ થઇ ગઇ છે તો વિપક્ષી નેતા પપન તોગડિયા પાસે 3.19 લાખની ગ્રાન્ટ પડી છે. શહેરના 29 વોર્ડમાંથી વોર્ડ નં. 14 કરંજ-મગોબ, વોર્ડ નં. 11માં મુગ્લીસરા-સૈયદપુરા-કુબેરનગર અને વોર્ડ નં. 7 કતારગામ-વેડના ચારે-ચાર નગરસેવકોની ગ્રાન્ટ વપરાઇ ગઇ છે. ગ્રાન્ટના ખર્ચની માહિતી પાલિકાની વેબસાઇટથી બહાર આવી છે. હજુ ટર્મ પૂર્ણ થવાને પાંચ દિવસ બાકી છે ત્યારે નગરસેવકોના ગ્રાન્ટના આંકડામાં ઘટાડો થઇ શકે છે.
આ વોર્ડના આ નગરસેવકોની ગ્રાન્ટ સૌથી વધુ વણવપરાયેલી | |
પાંડેસરા-ભેસ્તાન | |
નગરસેવક | ગ્રાન્ટ (લાખમાં) |
કિરણકુંવર ભાટી | 7 |
ડો.ડી.એમ.વાનખેડે | 5 |
નરેશ પટેલ | 6.45 |
લિંબાયત-ઉધના-ડીંડોલી | |
નગરસેવક | ગ્રાન્ટ (લાખમાં) |
કાંતાબેન વાકોડિકર | 7 |
જયશ્રીબેન | 2.63 |
સ્વ.ઇકબાલ બેલિમ | 6.74 |
ઇચ્છાનાથ-ડુમસ | |
નગરસેવક | ગ્રાન્ટ (લાખમાં) |
સુચિત્રા પટેલ | 3.2 |
સુધા નાહ્ટા | 3.2 |
હિતેશ ગામિત | 4.17 |
સોનીફલિયા-નાનપુરા-અઠવા | |
નગરસેવક | ગ્રાન્ટ (લાખમાં) |
રેશ્મા લાપસીવાલા | 5.74 |
પ્રવિણ કહાર | 6.74 |
નીતિન ભજીયાવાલા | 5.55 |
પૂણા-પૂર્વ | |
નગરસેવક | ગ્રાન્ટ (લાખમાં) |
નિલેશ કુંભાણી | 4.23 |
હંસા સંગાણી | 3.49 |
ઉમરવાડા-માતાવાડી | |
નગરસેવક | ગ્રાન્ટ (લાખમાં) |
અસ્મિતાબેન શિરોયા | 3.55 |
રસીલાબેન પાનસુરિયા | 2.49 |
સલાબતપુરા-મહિધરુપરા | |
નગરસેવક | ગ્રાન્ટ (લાખમાં) |
દક્ષાબેન જરીવાલા | 5.45 |
આરતીબેન પટેલ | 5 |
રાકેશ માળી | 3 |
શંકર ચેવલી | 5 |
અડાજણ-ગોરાટ | |
નગરસેવક | ગ્રાન્ટ (લાખમાં) |
હેમાલી બોઘાવાલા | 2.47 |
અડાજણ-પાલ-પાલનપોર | |
નગરસેવક | ગ્રાન્ટ (લાખમાં) |
મુકેશ દલાલ | 5.14 |
ફુલપાડા-અશ્વિનીકુમાર | |
નગરસેવક | ગ્રાન્ટ (લાખમાં) |
દક્ષા ભુવા | 2.95 |
વરાછા-સરથાણા-સીમાડા | |
નગરસેવક | ગ્રાન્ટ (લાખમાં) |
જ્યોત્રિ સૌજીત્રા | 4.49 |
અશોક હીરાવાલા | 1.99 |
કોસાડ- અમરોલી | |
નગરસેવક | ગ્રાન્ટ (લાખમાં) |
ગીતા સોસા | 4.5 |
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.