ઠગાઇ:પંજાબના ઠગ વેપારીએ સુરતના 21 વેપારીને 40.80 લાખમાં નવડાવ્યા

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સમય પર પેમેન્ટ આપવાનો વાયદો કરી ઉધારમાં કાપડ ખરીદી નાણાં ચૂકવ્યા ન હતા

પંજાબના વેપારીએ સુરતના અલગ-અલગ માર્કેટના વેપારીઓ પાસે ઉધારમાં કાપડ ખરીદી રૂપિયા ન ચૂકવી 40.80 લાખની ઠગાઈ કરી છે. પુણા પાટિયા પાસે સોનલ રેસિડેન્સીમાં રહેતા રામેશ્વર નારાયણદાસ રાઠી રાધાક્રિષ્ણા ટેક્સટાઈલ માર્કેટમાં કાપડનો વેપાર કરે છે. 2019માં તેમની દુકાને આરોપી વેપારી સંજય ગોયેલ(રહે. અબોહર,પંજાબ) આવ્યો હતો. તેણે કહ્યું કે, તે પંજાબમાં મોટા પાયે કાપડનો વેપાર કરે છે. સાથે દલાલીનું કામ કરે છે. તેની સાથે વેપાર કરશે તો 30 થી 40 દિવસમાં પેમેન્ટ આપવાનો વાયદો કર્યો હતો. તેથી રામેશ્વર રાઠીએ સંજય ગોયેલ પર વિશ્વાસ કરી ઉધારમાં 6.74 લાખનો માલ આપ્યો હતો.

તેનું પેમેન્ટ સંજયે સમય પર આપ્યું ન હતું. રામેશ્વરે પેમેન્ટ માંગતા સંજય માત્ર વાયદા કરતો હતો. રામેશ્વરે પંજાબ જઈને પેમેન્ટ માંગતા સંજય ઉશ્કેરાઈ ગયો હતો. આરોપી સંજયે સુરતના અન્ય ફર્મ આશા ટેક્સટાઈલમાંથી 4.36 લાખ, એ.કે. ફેશનમાંથી 82 હજાર,બંસુરી પ્રિન્ટસમાંથી 2.81 લાખ, રાણી સુટમાંથી 1.81 લાખ, મનોજ ટેક્સટાઈલમાંથી 77 હજાર, શ્રી સચ્ચદાનંદ ટેક્સટાઈલમાંથી 3.26 લાખ, ઋષભ ફેશનમાંથી 3.16 લાખ, વર્ધમાન ટ્રેડર્સમાંથી 1 લાખ, મુસ્કાન ટેક્સટાઈલમાંથી 2.19 લાખ,રીશી ક્રિએશનમાંથી 2.75 લાખ,નવ્યા ક્રિએશનમાંથી 97 હજાર, વિશાલ ફેશનમાંથી 1.31 લાખ,શ્રી સાલાસર ટેક્સટાઈલમાંથી 70 હજાર,

શ્રી વિનાયક ક્રિએશનમાંથી 61 હજાર,ગણપતિ ટેક્સટાઈલમાંથી 1.22 લાખ,સોનિયા-સોનાલી ટેક્સમાંથી 2.19 લાખ,રોનક ફેશનમાંથી 1.40 લાખ,મંગલમૂર્તિ ટેક્સટાઈલમાંથી 30 હજાર, વિનાયક પ્રિન્ટસમાંથી 58 હજાર,વિતરાગ કોટન હાઉસમાંથી 53 હજાર અને અર્જુન ટેક્સટાઈલમાંથી 1.24 લાખનું કાપડ ઉધારમાં ખરીદીને રૂપિયા નહીં ચૂકવ્યા હતા. આમ કુલ 21 વેપારી સાથે 40.80 લાખની છેતરપિંડી કરી હતી. રામેશ્વર રાઠીએ આરોપી સંજય ગોયલ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.