ભાસ્કર વિશેષ:મોસાળમાં માતા સાથે રહેતી ત્રણ વર્ષની બાળકીને પિતા નવા વર્ષના દિવસે મળી શકશે, કોર્ટનો હુકમ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કતારગામ ગાર્ડનમાં પિતા વહાલસોયી દીકરીને મળી શકશે

સંસારની ગાડી પતિ-પત્નીના તાલમેલથી ચાલે છે. તેમાં બાળકો જોડાતાં જીવનની કેડી પરની સફર વધુ સોંહામણી થઈ જાય છે, પરંતુ માતા-પિતા જ્યારે જુદા થાય ત્યારે બાળકો સર્વાધિક પિસાય છે. ખાસ કરીને તહેવારોમાં તેઓ કારમો વિરહ અનુબવે છે. કોર્ટમાં આવેલા આવા જ એક કેસમાં પત્ની અને પુત્રથી દુર રહેતા પતિને કોર્ટે જાણે નવા વર્ષની ભેટ આપી પિતા બાળકને મળી શકે એવો હુકમ કર્યો હતો. કેસની વિગત મુજબ, કતારગામ ખાતે રહેતા રમેશ (નામ બદલ્યું છે)ના લગ્ન કતારગામની સરિતા (નામ બદલ્યું છે) સાથે થયા હતા.

લગ્નનના થોડા જ સમયમાં દંપતિ વચ્ચે નાની-નાની વાતે ખટરાગ ઊભો થવા માંડ્યો હતો. દરમિયાન, દંપતિને એક પુત્રી અવતરી હતી. જો કે, ત્યારબાદ પણ બંને વચ્ચે મેળાપ રહ્યો ન હતો. આખરે પત્ની પીયર જતી રહી હતી.

દરમિયાન દિવાળીનો તહેવાર હોય પતિએ પુત્રીનો વચગાળાનો કબ્જો મેળવવા એડવોકેટ હિરલ પાનવાલા મારફતે કોર્ટમાં અરજી કરી હતી. જેમાં પત્ની તરફે એડવોકેટ અશ્વિન જોગડિયા હાજર રહ્યા હતા. બંને વકીલોની મધ્યસ્થીથી અને કોર્ટની દરમિયાનગીરીથી બંને વચ્ચે આગામી 26 ઓક્ટોબરે નવા વર્ષના દિવસે કતારગામ સ્થિત ધોળકિયા ગાર્ડનમાં પિતા બાળકીને મળી શકશે અને તેના પર કોર્ટે પણ મંજૂરીની મહોર મારી હતી.

પત્ની છેલ્લા ત્રણ વર્ષથી પિયરમાં
પુત્રના જન્મ બાદ પતિ-પત્ની વચ્ચેનો ખટરાગ વધ્યો હતો. ત્યારબાદ પત્ની પિયર રહેવા જતી રહી હતી. ત્યારબાદ પિતા એક બાળકને મળી નહતા, હવે ત્રણ વર્ષના ગાળા બાદ પિતા પોતાના પુત્રને મળી શકશે.

છૂટાછેડાના કેસોમાં બાળકો જ પિસાય છે
ફેમિલી કોર્ટમાં આવતા કેસોમાં પતિ-પત્નીની સાથે સર્વાધિક બાળકો જ પિસાતા હોય છે. બાળક પિતા પાસે હોય તો માતા અને માતા પાસે હોય તો પિતા વેદના સહન કરતા હોય છે. આ સ્થિતિમાં કોર્ટના નિર્ણયો રાહતજનક રહેતા હોય છે. બે કલાક માટેનો મિલાપ પણ એક પિતા કે માતાના હ્દયને ઠંડક આપનારો હોય છે. - જલ્પા રૂપારેલિયા, એડવોકેટ

અન્ય સમાચારો પણ છે...