ચૂંટણી દંગલ:સવા લાખથી વધુ કોળી પટેલ મતોવાળી ચોર્યાસી બેઠક પર ત્રિપાંખિયો જંગ થશે

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોર્યાસીમાં ભાજપે પહેલીવાર કોળી પટેલ સિવાયનાને ટિકિટ આપી
  • કુલ 13 મૂરતિયા, ઔધોગિક કામદારોના મતો પણ મહત્વપૂર્ણ

શહેરની સૌથી મોટી અને મહત્વની ગણાતી ચોર્યાસી બેઠક પર ભાજપે બિનકોળી પટેલ ઉમેદવારને મેદાનમાં ઉતારતા કોળી પટેલ પ્રભુત્વવાળી બેઠક પર કોંેગ્રેસ અને આપ આ બેઠક પર પોતાના વિજયની શક્યતા જોઇ રહ્યા છે. જોકે આ બેઠક પર મુખ્ય પક્ષો સહિત 13 ઉમેદવારો મેદાનમાં છે.

સુરતની શહેરની 12 વિધાનસભા બેઠકોમાં સૌથી મોટી અને 1,40,000 કોળી પટેલ મતદારોની પ્રભુત્વવાળી ચોર્યાસી બેઠક ભાજપનો જ દબદબો રહ્યો છે. પ્રથમ વખત ભાજપે આ બેઠક પર એક બિનકોળી પટેલને ટિકીટ આપી છે. આ સિવાય આ બેઠક પર પરપ્રાંતિય મતદારો પણ મોટી સંખ્યામાં હાજરી ધરાવે છે.

જેનું કારણ તલંગપુર,કનકપુર કનસાડ અને સચિન જીઆઇડીસી જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં રોજગાર અર્થે યુપી,બિહાર, ઓરિસ્સા અને મહારાષ્ટ્રથી આવેલા શ્રમિકોની પણ મોટી સંખ્યા છે. સાથે સાથે જૂના સચિન ગામ અને અન્ય વિસ્તારોના 35 હજાર મુસ્લિમ મતદારો, 30હજારથી વધુ દલિતો તેમજ 29 હજારથી વધુ સૌૅરાષ્ટ્રના પટેલ મતદારો પણ છે.

ચોર્યાસી બેઠક પર મહત્વના ગણાતા કોળી પટેલ સમાજના મતોને અંકે કરવા સૌ પ્રથમ અહીં આમ આદમી પાર્ટીએ કોળી સમાજમાંથી પોતાનો ઉમેદવાર ડિક્લેર કર્યો હતો.ત્યાર બાદ આ બેઠક પર કોંગ્રેસે પણ જાતિના ગણિતના આધારે કોળી સમાજના કાંતિ પટેલને મેદાનમાં ઉતાર્યા છે.

જ્યારે ભાજપે તમામ ગણતરીને નેવે મૂકી એક બિનકોળી પટેલ સમાજના તેમજ સહકારી જગત સાથે સંકળાયેલા સંદિપ દેસાઇને ટિકીટ આપી સૌને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા છે.જેના કારણે આ બેઠક નવા સમીકરણ રચાયા છે.

સંદિપ દેસાઇ ભાજપના કામો સાથે, કાંતિ પટેલ કોંગ્રેસના વાયદા સાથે મેદાનમાં
ભાજપ દ્વારા આ બેઠક પર સંદિપ દેસાઇને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જે ભાજપના કામો અને પોતે કરેલા કામો લોકો સુધી પહોંચાડી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના કાંતિ પટેલ કોંગ્રેસ સરકારના‌ ‌વાયદા સાથે પ્રચાર કરી રહ્યા છે. આપના પ્રકાશ કોન્ટ્રાક્ટર સ્થાનિક પ્રશ્નોને ઉકેલવાના વચન સાથે પ્રચાર કરી રહ્યા છે.

વર્ષ 2017માં ચોર્યાસી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ઝંખના પટેલને 173882 મતો મળ્યા હતા.જે કુલ મતના 68.01 ટકા હતા. જ્યારે કોંગ્રેસના યોગેશ પટેલને 63,063 મતો મળ્યા હતા.તેમજ ભાજપમાંથી ટિકિટ ન મળતા અપક્ષ લડનાર અજય ચૌધરીને 9708 મત મળ્યા હતા

સ્થાનિકોને રોજગાર અને ઔદ્યોગિક પ્રદૂષણ સૌથી મોટા રાજકીય મુદ્દા
ચોર્યાસી બેઠકમાં કાંઠા વિસ્તારના ગ્રામ્ય અને ઔદ્યોગિક પટ્ટા ઉપરાંત સચિન,કનકપુર કનસાડ અને વેસુ સહિતનો વિસ્તાર સામેલ છે. આ બેઠક પર મુખ્યત્વે ઔદ્યોગિક પ્રદૂષણ અને ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારી,પાણી, વિજળી તેમજ રોડ રસ્તાના મુદ્દા મહત્વપૂર્ણ છે. જેમાંનજીકના ભૂતકાળમાં અનેક સંસ્થાઓ દ્વારાઆંદોલન પણ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...