ઠગાઈ:કોરોનામાં કાપડવેપારીએ મેડિકલનો ધંધો કરવા જતાં 60 લાખ ગુમાવ્યા

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મુંબઇના ઠગે સુરતી વેપારી પાસેથી 75 લાખ લીધા હતા
  • 15 લાખ ટૂકડે​​​​​​​ ટૂકડે પરત કર્યા, ઠગના ચેક પણ રિટર્ન થયા

કોરોનામાં આવેલા લોકડાઉન દરમિયાનમાં વેપારીએ કાપડનો ધંધો છોડી મેડિકલના સાધનો ધંધો કરવા જતા 60 લાખ ગુમાવ્યા હતા. આ મામલે મુંબઇના ઠગે વેપારીની બહેનને ધમકી આપી કે ‘ તેરે ભાઈ કો સમઝા દેના, પૈસે માંગેગા હાથપૈર તોડ ડાલુગા ’ કાપડ વેપારી જંયતિલાલ કુકરાએ ફરિયાદ આપતાં પોલીસે મુંબઈના મેસર્સ સોલિલોકવીનના માલિક ક્ષિતિજકુમાર સીંગ(રહે,મેઇનફ્રેમ કો.સો., ગોરેગાંવ, મુંબઈ)ની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે.

સુરતના કાપડ વેપારી જ્યંતિલાલ કુકરા પાસેથી મેડિકલ સાધનોનના નામે આરોપી ક્ષિતિજ સિંગે 75.60 લાખની રકમ પડાવી હતી. આરોપી ક્ષિતિજ સિંગે મેડિકલના સાધનો મુંબઈ પોર્ટ આવી ગયા હોવાનું જણાવી તેના ફોટા ફરિયાદી વેપારી જ્યંતિલાલને મોકલી આપ્યા હતા. જેથી વેપારીએ ઠગ પર વિશ્વાસ કરી તેને બેંક મારફતે ઓનલાઇન પેમેન્ટ કરી દીધું હતું. 75.60 લાખ રૂપિયાની રકમ આપવા છતાં પણ મેડિકલના સાધનો ન મોકલી વાયદાઓ કરતો હતો.

પછી મુંબઈના વેપારીએ ટુકડે ટુકડે કરી 15.60 લાખની રકમ આપી હતી બાકીના 60 લાખના ચેકો આપ્યા તે રિટર્ન થયા હતા. આમ જયંતિલાલ સાથે છેતરપિંડી થતાં તેમણે સલાબતપુરા પોલીસમાં મુંબઈના ક્ષિતિજ સીંગ સામે ફરિયાદ નોંધાવી હતી

ઠગ સાથે ઓનલાઇન સંપર્ક થયો હતો
મુંબઈના લેભાગુ વેપારી ક્ષિતિજ જોડે સુરતના વેપારીનો ગુગલ પરથી સંપર્ક થયો હતો. વર્ષ 2020માં કોરોના કારણે લોકડાઉન થતા કાપડના ધંધો બંધ થતા વેપારી જંયતિલાલએ પુત્ર સાથે મેડિકલના સાધનો વેચાણ કરવાનો ધંધો શરૂ કર્યો હતો. જેમાં મુંબઈના વેપારીએ સેફટી ગ્લોવ્સ, ઓકિસજન મશીન તથા અન્ય મેડિકલના સાધનોમાં રોકાણ કરી સારો નફો મળશે એવી લોભામણી વાતો કરી

અન્ય સમાચારો પણ છે...