પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક:પાલિકાના નવા વહીવટી ભવન માટે 1080 કરોડનું ટેન્ડર બહાર પાડી દેવાયું

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂની સબજેલવાળી જગ્યા પર બનાવાશે
  • 36 મહિનામાં​​​​​​​ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક

ઇન્ફ્રા રિપોર્ટર.સુરત: સુરત મહાનગર પાલિકાના નવા વહીવટી ભવન માટે આખરે ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યું છે. 8 જુલાઇના રોજ ગાંધીનગર ખાતે વહીવટી ભવનની નવી ડિઝાઇનને સ્ટેટ ટેક્નિકલ કમિટીએ મંજૂરી આપી હતી.

સ્ટ્રક્ચરલ ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવતા પ્રોજેકટ કોસ્ટ રૂ.1080 કરોડ પર પહોંચી ગયું છે. 1080 કરોડમાં 80 કરોડ પાંચ વર્ષના ઓપરેશન અને મેઇનટેઇન્સના છે. ચોમાસા સિવાય 36 મહિનામાં વહીવટી ભવન સાકાર કરવામાં આવશે. આ ભવનમાં 28 માળના 2 ટાવર બનાવામાં આવશે. જૂની સબજેલવાળી જગ્યા પર બનાવાશે.

મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું કે, 28 માળના કુલ 2 ટાવર બનાવામાં આવશે. જેની ઊંચાઇ 105.15 મીટર રહેશે. એક ટાવરમાં સુરત મહાનગર પાલિકા અને બીજા ટાવરમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની ઓફિસ આવશે. જુની સબજેલ વાળી જગ્યામાં બનનાર નવું વહીવટી ભવન દક્ષિણ ગુજરાતની સૌથી ઊંચી ઇમારત હશે.

નોંધનીય છે કે, ડિઝાઇનમાં ફેરફાર થવાથી પ્રોજેકટ કોસ્ટમાં 150 વધી ગઇ છે. જાહેર બાંધકામ સમિતિમાં રૂ.898.91 કરોડના અંદાજ મંજૂર કરવામાં આવ્યા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારની ઓફિસો લેન્ડ વેલ્યુએશન કમિટી દ્વારા નક્કી કરવામાં આવનાર રેટ મુજબ ફાળવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી વહીવટી ભવનનું કામ માત્ર કાગળ પર ચાલી રહ્યું હતું. જૂની સબજેલવાળી જગ્યા પર વહીવટી ભવન બનાવવા માટે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે ખાતમૂર્હત પણ થઇ ગયું હતું. ત્યારબાદ આયોજન અને જગ્યાની પસંદગીમાં વર્ષો નિકળી ગયા હતા. હવે ટેન્ડર બહાર પડી જતા વહીવટી ભવનનું કામ ઝડપથી આગળ વધશે.

અન્ય સમાચારો પણ છે...