તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A Tempo Caught Fire While Running On The National Highway Near Pipodara In Surat, Another Driver Drew Attention And The Driver's Life Was Saved.

દુર્ઘટના:સુરતમાં પીપોદરા નજીક નેશનલ હાઈવે પર દોડતા પૂંઠા ભરેલા આઈસરમાં આગ લાગી, અન્ય વાહનચાલકે ધ્યાન દોરતા ચાલકનો જીવ બચ્યો

સુરત7 મહિનો પહેલા
આઈસર ટેમ્પોમાં આગ લાગતાં ફાયરબ્રિગેડના જવાનોએ કાબૂ મેળવ્યો હતો.
  • સમયસર ટેમ્પો ચાલક નીચે ઉતરી ગયા બાદ ટેમ્પો સળગી ઉઠ્યો હતો

સુરત નજીક આવેલા પીપોદરા ગામ પાસે નેશનલ હાઇવે ઉપર સવારે એક દોડતા આઇસર ટેમ્પોમાં આગ લાગી ગઈ હતી. પૂંઠા ભરેલા ટેમ્પોમાં આગ લાગી હોવાની જાણ ચાલકને નહોતી. જો કે સળગતા પૂંઠાને જોઈને અન્ય વાહનચાલકોએ આઈસર ટેમ્પોના ડ્રાઈવરનું ધ્યાન દોર્યું હતું. જેથી તે સિફ્તપૂર્વક નીચે ઉતરી જતાં જીવ બચી ગયો હતો. બાદમાં આગની જાણ ફાયરબ્રિગેડને કરાતા ફાયરની ગાડીઓએ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

ટેમ્પા રહેલા પૂંઠા બળીને ખાક થઈ ગયાં હતાં.
ટેમ્પા રહેલા પૂંઠા બળીને ખાક થઈ ગયાં હતાં.

પૂંઠા બળીને ખાક
સુરતથી પીપોદરા જતા આઈસર ટેમ્પોમાં આગ લાગી હોવાનું અન્ય વાહનચાલકે કહ્યું હતું. જેથી ડ્રાઈવરના ધ્યાનમાં આવતા તેણે રોડની બાજુએ આઈસર ટેમ્પો પાર્ક કરી ફાયરને જાણ કરી હતી. બાદમાં ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લઈ લીધી હતી.પૂંઠા ભરેલા આઇસર ટેમ્પોમાં લાગેલી આગ પાછળનું કોઈ કારણ જાણી શકાયુ નહોતું. જોકે આ દુર્ઘટનામાં માત્ર ટેમ્પામા લઈ જવાતા પૂંઠાનો જથ્થો જ બળીને ખાક થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

આઈસર ટેમ્પોમાં પૂંઠાનો જથ્થો હોવાથી બળીને ખાક થઈ ગયો હતો.
આઈસર ટેમ્પોમાં પૂંઠાનો જથ્થો હોવાથી બળીને ખાક થઈ ગયો હતો.

ટેમ્પામાં આગથી ટ્રાફિક
ફાયર ઓફિસર વાળાએ જણાવ્યું હતું કે, આગનો કોલ લગભગ સવારે 5:19નો હતો. માહિતી મળતા જ તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બર્નીગ ટેમ્પોને લઈ હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયું હતું. જોકે સમય સર ઘટના સ્થળે પહોંચી જતા આગને કાબૂમાં લઈ ટેમ્પાને બચાવવામાં સફળ રહ્યા હતાં. પૂંઠાનો જથ્થો સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયો હતો. જોકે કોઈ જાનહાની નોંધાઈ ન હતી.