હુમલો:સાયણમાં મંદિરના પુજારી પર હુમલો કરી લૂંટી લેવાયા

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાયણમાં કેસરી નંદન મંદિરના પુજારીને અજન્યઓએ હાથપગ બાંધીને માર મારી રૂ. 60 હજાર થી વધુની લુંટ ચલાવી ભાગી છુટ્યા હતા. બનાવની જાણ થતાં પુજારીને સેવકોએ સારવાર માટે નવી સિવીલ હોસ્પિટલ ખસેડયા હતા.

સાયણરોડ ખાતે આવેલા કેસરીનંદન મંદિર અને ગૌશાળાના પુજારી છત્રપાલગીરી ઉમાગીરી (60) છેલ્લા ઘણા વર્ષોથી મંદિરમાં સેવા પૂજા કરે છે. ગઇ તા. 7જુને રાત્રે મંદિરના સંકુલમાં ત્રણ અજાણ્યા પ્રવેશ્યા હતા અને પુજારી છત્રપાલગીરીના હાથ પગ બાઁધી મોઢા પર કપડું બાંધી માર મારીને રૂ.60 હજાર લૂંટી ભાગી છુટ્યા હતા.

આ બનાવ બાદ સવારે મંદિરમાં દર્શન કરવા આવેલા સેવકોએ તેમને રૂમમાંથી બહાર કાઢીને સારવાર માટે નવી સિવીલ હોસ્પિટલમાં ખસેડયા હતા. જોકે પોલીસે તેમની ફરિયાદ લીધી ન હતી વધુમાં મહેશ નામના હોમગાર્ડની દખલગીરીના કારણે સમગ્ર બનાવ ઉપર પડદો પાડી દેવાની કોશિષ થઈ રહી હોવાનો પણ પુજારીએ આક્ષેપ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...