ક્રાઈમ:પુણાની કિશોરી પર 25થી વધુ નરાધમોએ દુષ્કર્મ કર્યું

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જાકિર, અયુબે વેશ્યાવૃત્તિમાં ધકેલી હતી

પુણામાંથી ત્રણ મહિના પહેલા ગુમ થયેલી કિશોરી સાથે અંકલેશ્વરમાં અઢી મહિનામાં 25થી વધુ લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો. કિશોરીને ગોંધી રાખી તેને વેશ્યાવૃત્તિમાં ધકેલનારા આરોપીઓની ઓળખ થઈ છે પરંતુ હજી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. 15 વર્ષીય માધુરી( નામ બદલ્યું છે) પર તેના માતા-પિતા ધ્યાન આપતાં ન હતાં. જેથી તે સુરતથી બોઈસરમાં રહેતા એક સંબંધીને ત્યાં ગઈ હતી. કિશોરી અગાઉ પણ ત્યાં ગઈ હોવાથી ત્યાંના એના મિત્રે માધુરીને સમજાવીને સુરત જવા કહ્યું હતું.

માધુરી બોઈસરથી ટ્રેનમાં ભરૂચ ચાલી ગઈ હતી. ત્યાં એક અજાણી યુવતી તેને મ‌‌ળી હતી અને માધુરીને જાકિર નામના યુવક પાસે લઈ ગઈ હતી. જાકિરની સાથે તેની પ્રેમિકા સુમૈયા અને મિત્ર અયુબ પણ રહેતો હતો. તેઓએ માધુરીને પોતાને ત્યાં ગોંધી રાખી પહેલા અયુબ અને પછી જાકિરે તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ જાકિર અને અયુબે તેને વેશ્યાવૃત્તિમાં ધકેલી દીધી હતી. અયુબ અને જાકિર બહારથી ગ્રાહક લાવી માધુરી પાસે મોકલતા હતા. ગ્રાહકો માધુરી સાથે બળાત્કાર અને સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરતા હતા. પોલીસ હવે આરોપીઓને શોધી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે, આ આરોપીઓ વિરુદ્ધ ગંભીર કલમો ઉમેરીને આગળની કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...