• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A Team Of Army Personnel Reached Surat After The Assembly Dates Were Announced, And Will Keep A Hawk Eye On Going To Sensitive Areas

ચૂંટણીને લઈને સુરક્ષા બંદોબસ્ત:વિધાનસભાની તારીખો જાહેર થતાં આર્મી જવાનોની ટીમ સુરત પહોંચી, સંવેદનશીલ વિસ્તારમાં જવાનો બાજ નજર રાખશે

સુરતએક મહિનો પહેલા
વિધાનસભાના ઇલેક્શનને લઈ સુરક્ષા એજન્સીની ટીમ સુરત આવી પહોંચી

ગુજરાત વિધાનસભા ઇલેક્શનની તારીખો આજથી જાહેર થઈ ચૂકી છે.તારીખો જાહેર થતાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે.જેને લઇ સુરક્ષાની જવાબદારી પણ વધી ગઈ છે. ત્યારે ઇલેક્શનને ધ્યાને રાખી સુરતમાં જુદી જુદી સુરક્ષા એજન્સીઓની ટીમ સુરત આવી પહોંચી છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં તમામ ટુકડીઓની ટીમ તૈનાત રહેશે અને કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તેની પર બાજ નજર રહેશે.

સુરક્ષા ટીમની ટુકડીઓ સુરત આવી પહોંચી
ગુજરાત વિધાનસભાના ઇલેક્શનની રાહ જોવાઈ રહેલી તારીખનું આજે પૂર્ણવિરામ આવી ગયું છે. ઇલેક્શનની તારીખ જાહેર થવાના એંધાણને પગલે મોટા મોટા શહેરોમાં સુરક્ષાની એજન્સીઓની ટીમ પણ આવી પહોંચી છે.એક તરફ ઇલેક્શનની તારીખો જાહેર થાય છે,ત્યાં બીજી તરફ આર્મી સહિતની સુરક્ષાની ટીમ સુરત આવી પહોંચી હતી. શહેરના અનેક સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાની આ ટીમની બાજ નજર રહેશે.

આચાર સંહિતા લાગુ થઈ જતા શહેરની સુરક્ષા પર અપાયું ધ્યાન
વિધાનસભાનું ઇલેક્શન જાહેર થાય પછી શહેરમાં શાંતિ બની રહે તે માટે ઇલેક્શન પૂર્ણ ન થાય ત્યાં સુધી શહેરની સુરક્ષા અને શાંતિ માટે ખાસ સુરક્ષા એજન્સીઓની ટીમ આવી પહોંચતી હોય છે. આ જ રીતની આજે સુરતના અડાજણમાં આવેલ એસટી બસ ડેપો ખાતે આર્મીની સુરક્ષાની ટીમ આવી પહોંચી હતી.આ ઉપરાંત જુદી જુદી કંપનીની સુરક્ષા એજન્સીઓની ટીમ પણ સુરત આવી પહોંચી છે. આચાર સંહિતા લાગુ થઈ જતા શહેરની સુરક્ષાની જવાબદારી વધી જતી હોય છે.ઇલેક્શન સુધી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેની પર ખાસ નજર રાખવામાં આવી સુરક્ષા એજન્સીઓની ટીમ કરતી હોય છે.

સંવેદનશીલ વિસ્તારોમાં રહેશે બાજ નજર
ગુજરાત વિધાનસભા ઇલેક્શનની જાહેરાત થઈ જતા શહેરના સંવેદનશીલ વિસ્તારો પર પોલીસની વિશેષ નજર રહેતી હોય છે. સુરતના અનેક એવા સંવેદનશીલ વિસ્તારો છે જ્યાં સુરક્ષાને લઈને પોલીસે ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. ત્યારે કેન્દ્રમાંથી અને રાજ્યની અન્ય પોલીસ સહિત જુદી જુદી એજન્સીની સુરક્ષાની ટીમ સુરત આવી છે. તેમને શહેરના આવા સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ તૈનાત રાખવામાં આવશે.ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ કામગીરી સોંપવામાં આવશે. અને ઇલેક્શન પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેની પર સૌથી વધુ બાજ નજર રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...