તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A Team Of 12 People Including 3 Scientists, Doctors And Officials Reached Surat As The Condition Of Corona Became Serious. High Level Meeting Started.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેન્દ્રની ટીમ સુરતમાં:કોરોનાની સ્થિતિ બેકાબૂ બનતાં 3 વૈજ્ઞાનિક, ડોક્ટર અને અધિકારીઓ સહિત 12 સભ્યની ટીમ સુરત પહોંચી, ઉંડાણપૂર્વકની માહિતી કેન્દ્રની ટીમને સુપરત

સુરત11 દિવસ પહેલા
સુરત ખાતે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે કેન્દ્રની પહોંચી છે
  • સુરત કોર્પોરેશન ખાતે જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની હાજરીમાં બેઠક શરૂ

સુરત શહેરની સ્થિતિ વધુ વણસતાં કેન્દ્રની ટીમ સુરત ખાતે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પહોંચી છે. કેન્દ્રની 12 લોકોની ટીમ સુરત પહોંચી છે, જેમાં 3 વૈજ્ઞાનિકો, ડોક્ટર અને અધિકારીઓનો સમાવેશ થાય છે. સુરત કોર્પોરેશન ખાતે જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની હાજરીમાં હાઇ લેવલ મીટિંગ થઈ હતી.

આંકડાકીય બાબતોને કેન્દ્રની ટીમ સમક્ષ રજૂ કરાઈ
મ્યુનિસિપલ કમિશનર દ્વારા કેન્દ્રથી આવેલી ટીમે શહેરની તમામ સ્થિતિનો ચિતાર આપવામાં આવી રહ્યો છે. સુરત શહેરમાં કેટલા કન્ટેનમેન્ટ ઝોન છે. કેટલા હોટસ્પોટ છે, એ અંગેની પણ ઝીણવટભરી માહિતી આપવામાં આવી રહી છે. કન્ટેનમેન્ટ ઝોન અને હોટસ્પોટમાં કોર્પોરેશન શું કામગીરી કરી રહી છે એ અંગેની માહિતી આપવામાં આવી રહી છે. સુરત શહેરમાં રોજનાં કેટલાં સ્થળ પર વેક્સિનેશનની કામગીરી થઇ રહી છે એની હાલ માહિતી આપવામાં આવી છે. શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને કયા પ્રકારે કોર્પોરેશનના ધનવંતરી રથનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ટેસ્ટિંગની પ્રક્રિયા કેવી રીતે ઝડપથી વધારવામાં આવી રહી છે એ અંગે પણ તમામ આંકડાકીય બાબતોને કેન્દ્રની ટીમ સમક્ષ રજૂ કરવામાં આવી છે.

સુરત કોર્પોરેશન ખાતે જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની હાજરીમાં બેઠક શરૂ થઈ છે.
સુરત કોર્પોરેશન ખાતે જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની હાજરીમાં બેઠક શરૂ થઈ છે.

સરકારી અને ખાનગી હોસ્પિટલોની સ્થિતિ અંગે ચર્ચા
સુરત શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોની સ્થિતિ અંગે જે બેડની વ્યવસ્થાઓ છે એ અંગે પણ વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી રહી છે. સુપરસ્પ્રેડર પર નિયંત્રણ લાવવા માટે જે કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે એમાં વિશેષ કરીને ટેક્સટાઇલ્સ અને ડાયમંડ ઉદ્યોગમાં કોરોના સંક્રમણ કાબૂમાં રહે એ માટે જેટલું પણ આયોજન કરવામાં આવ્યું છે એ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.

ટેસ્ટ અને વેક્સિનેસનની વ્યવસ્થાની ચર્ચા
કેન્દ્રની ટીમ સામે મહત્વની કેટલાક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રની ટીમે પેશન્ટ મેનેજમેન્ટ અંગે વિગતો મેળવી હતી. RT-PCR, એન્ટીજેન અને વેક્સિનેશન અંગે કયા પ્રકારની વ્યવસ્થા કરી છે તે અંગેની માહિતી મેળવી છે. સુરત કલેક્ટર ધવલ પટેલે સ્વીકાર્યું કે કોરોનાના બીજા તબક્કામાં વધુ ગંભીરતા દેખાઈ રહી છે. આજ પ્રકારની સ્થિતિ રહેશે તો હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લાંબા સમય સુધી મદદ કરી શકે તેવી સ્થિતિમાં નથી. જેથી હવે સ્થિતિની ગંભીરતા સમજીને સ્વયમ સરકારની તમામ ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી છે.

તમામ આંકડાકીય બાબતોને કેન્દ્રની ટીમ સમક્ષ રજૂ કરવામાં આવી છે.
તમામ આંકડાકીય બાબતોને કેન્દ્રની ટીમ સમક્ષ રજૂ કરવામાં આવી છે.

કેન્દ્રની ટીમે પોઝિટિવ આવતા લોકો અંગે માહિતી મેળવી
કેન્દ્રના 12 સભ્યોની ટીમ સુરત ખાતે ધામા નાખતા સુરત વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે. કેન્દ્રની ટીમ દ્વારા સુરત કોર્પોરેશન ખાતે બેઠક કરી હતી. જેમાં જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. સુરત શહેર અને જિલ્લામાં સ્થિતિ અંગે કેન્દ્રની ટીમે તાગ મેળવ્યો હતો. કોર્પોરેશનના અધિકારી અને કલેકટર દ્વારા શહેરમાં કોરોના સંક્રમણ અંકુશમાં લેવા માટે જે કામગીરી કરવામાં આવી રહી છે.તેની ઉંડાણપૂર્વકની માહિતી કેન્દ્રની ટીમને સુપરત કરી હતી. કેન્દ્રની ટીમે જે દર્દીઓ પોઝિટિવ આવે છે તેમના અંગે પણ માહિતી મેળવી હતી.

ખાનગીમાંથી સિવિલમાં ઈન્જેક્શન ન લેવા મોકલવા આદેશ
જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલે જણાવ્યું કે, સુરતની ખાનગી હોસ્પિટલના સંચાલકો જે દર્દીને રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર હોય કે દર્દીઓ અને ઇન્જેક્શન આપવાની ફરજ છે. કોઈપણ સગા સંબંધીએ સુરત સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન લેવાની જરૂર નથી. જો ખાનગી હોસ્પિટલના સંચાલકો દર્દીના સંબંધીઓને ઇન્જેક્શન લેવા માટે સિવિલ હોસ્પિટલમાં મોકલશે તો તેમની સામે કાયદેસરના પગલાં લેવાશે. ભલે કલેક્ટર પગલાં લેવાની વાત કરતા હોય પરંતુ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જીવન રક્ષક ઇન્જેક્શન લેવા માટે દર્દીઓના સગા સંબંધીઓને 3થી 4 કલાક લાઈનમાં ઊભા રહેવું પડે છે.

પહેલાં કરતા બીજા તબક્કામાં સ્થિતિ ખૂબ ગંભીર
જિલ્લા કલેક્ટરે પોતે કબૂલ્યું કે, શહેરની સ્થિતિ પહેલાં કરતા બીજા તબક્કામાં ખૂબ ગંભીર થઇ રહી છે. લોકોએ પોતાના જીવનની રક્ષા પોતે કરવા માટે સતર્ક રહેવું જોઈએ. કારણકે કોરોના સંક્રમણના પહેલાં તબક્કા કરતા બીજા તબક્કામાં મહદંશે દર્દીઓને ઓક્સિજન વધુ જરૂર પડી રહી છે. જે તેની ગંભીરતા સૂચવે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો