શહેરમાં રખડતાં કુતરાનો આતંક ચિંતાજનક વધ્યો છે બે બાળકીના મોતથી હિંચકારી ઘટના બાદ પાલિકા હરકતમાં તો આવી છે પરંતુ નિયમોને પગલે તાત્કાલિક રિઝલ્ટ આપી શકાય તેવી કામગીરી થઈ શકતી નથી. તાજેતરમાં ભેસ્તાન શેલ્ટર અઢી કરોડ ખર્ચે વિસ્તારી ડોગ કેજની ક્ષમતાં વધારવામાં આવી રહી છે.
પાલિકા કમિશનરે માર્કેટ વિભાગ ની ટીમને જોધપુરના ડોગ શેલ્ટર ખાતે દોડાવી હતી. જોધપુર નગર પાલિકા અને જિલ્લા પંચાયત સંયુક્ત ડોગ શેલ્ટર ચલાવે છે અને ક્ષમતા 1 હજાર કરાઈ રહી છે. ત્યારે પાલિકા 250ની ક્ષમતામાં વધારો કરી 400થી વધુ કરશે. 9 કેજ બે દિવસમાં તૈયાર થઈ જશે તેથી ડોગ કેજ ક્ષમતા 400 સુધી પહોંચી જશે.
80 કુતરા પકડવા માંડ્યા, ખસીકરણ 60 પર પહોંચ્યું
એડિશનલ માર્કેટ સુપ્રિ.ડો.રાજેશ ઘેલાણીની ટીમ જોધપુર ડોગ સેલ્ટર ની ત્રીજી અને ચોથી મુલાકાત લઈ આવી છે. ડો.ઘેલાણીએ જણાવ્યું હતું કે, સુરતની ડોગ કેજ ક્ષમતાં કરતાં જોધપુરના ડોગ સેન્ટરની ક્ષમતાં બમણીથી વધુ છે. દૈનિક 70થી 80 કુતરા પકડવા માંડ્યા છે ને ખસીકરણ પણ 50થી 60 સુધી થવા માંડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.