તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:સિવિલમાં દર્દીઓને ઘરનું ટિફિન બંધ કરાતા પરિજનોનો હોબાળો

સુરત9 દિવસ પહેલા
 • કૉપી લિંક
હોસ્પિટલ તરફથી જમવાનું અપાય જ છે - Divya Bhaskar
હોસ્પિટલ તરફથી જમવાનું અપાય જ છે
 • ઘરેથી મોકલેલા બે દિવસના ટિફિન બગડેલા મળ્યા
 • દર્દીઓની રજૂઆત, અમને સિવિલનું જમવાનું ભાવતું નથી

સિવિલની કોવિડ હોસ્પિટલમાં સ્માર્ટ ફોન ઉપર પ્રતિબંધના ગણતરીના દિવસોમાં જ દાખલ દર્દીઓએ બે દિવસથી જમવાનું નથી મળ્યું હોવાનો કકળાટ કરતાં મોડી રાતે પરિવારજનોએ હંગામો કર્યો હતો. આ અંગે સિવિલ સત્તાધીશોએ હોસ્પિટલ તરફથી દર્દીઓને ભોજનની વ્યવસ્થા કરાઇ છે તેમ છતાં ઘરેથી ટિફિન મોકલવામાં આવ્યાની કેફિયત રજૂ કરી હતી. મોડી રાતે હોસ્પિટલ પહોંચેલા પરિવારજનોએ દર્દીઓને હોસ્પિટલનું જમવાનું ન ભાવતું હોવાથી રાતે પોણા બાર વાગ્યે ઘરનું ટિફિન જમાડ્યું હતું.

થોડા દિવસો પહેલાં જ કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ પ્રસુતાએ બાળકને જન્મ આપ્યાં બાદ મોતને ભેટી હતી. પ્રસુતાએ પરિવાર સાથે વીડિયો કોલ ઉપર કરેલી છેલ્લી વાતમાં જણાવ્યું હતું કે, અહીં પીવા માટે પાણી પણ અપાતું નથી. વીડિયો કોલને પગલે ભારે ચકચાર જાગી હતી. જોકે આ ઘટના બાદ કોવિડ હોસ્પિટમાં સ્માર્ટ ફોન ઉપર પ્રતિબંધ લાદી દેવાયો હતો. તેના ગણતરીના દિવસોમાં જ કતારગામના એક દર્દીએ પરિવારને ઉપરા-છાપરી કોલ કરી જમવાનું નથી મળ્યું હોવાની રાવ નાખી હતી. બીજા દિવસે પણ ટિફિન ન મળ્યું હોવાનો કકળાટ કરતાં પરિવારજનો મોડી રાતે કોવિડ હોસ્પિટલ પહોંચી ગયાં હતાં.

જ્યાં 60થી વધુ ટિફિન સ્ટ્રેચરમાં તેમજ સાઇડ ઉપર જેમને તેમ જોવા મળ્યાં હતાં. આગલા દિવસના ટિફિન બગડી ગયાં છતાં ઘણા દર્દીઓને અપાયાં ન હોવાનું જાણવા મળ્યું હતું. કતારગામના રાજુભાઈએ કહ્યું કે, બે દિવસથી ટિફિન અપાયા નથી.વહીવટીતંત્રએ ટિફિન જેમને તેમ રાખી મુક્યા હતાં. મોડી રાતે એક પછી એક પરિવારજનો કોવિડ હોસ્પિટલ પહોંચી જતાં ભારે હંગામો થયો હતો.

રોજ દરેક સમયે દાખલ દર્દીને પૌષ્ટિક જમવાનું અપાય છે. તેમની ચા-પાણીનું પણ ધ્યાન રાખવામાં આવે છે છતાં ઘણા દર્દીઓ ઘરેથી ટિફિન મંગાવે છે. દરેક દર્દીના ટિફિન ઓળખી શકાતા નથી. જે ટ્રેસ થાય છે તેમને ટિફિન પણ પહોંચાડીયે જ છે. - ડૉ. કેતન નાયક, આરએમઓ, સિવિલ હોસ્પિટલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો