આદેશ:હજીરા-ગોથાણ ટ્રેકની બાજુમાં સમાંતર ટ્રેક માટે સરવે કરાશે

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરવે કરી ડિટેલ રિપોર્ટ તૈયાર કરવા કલેક્ટરનો આદેશ
  • જમીન સંપાદન સામે હજીરા - ચોર્યાસીના ખેડૂતોનો વિરોધ

સુરતા ડેડિકેટેડ ફેઈટ કોરિડોર અંતર્ગત હજીરાથી ગોથાણ વચ્ચે નવો ટ્રેક નાંખવા હાથ ધરાયેલી જમીન સંપાદનની પ્રાથમિક પ્રક્રિયાનો ઓલપાડ , હજીરા અને ચોર્યાસી તાલુકાના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ત્યારે કૃભકોથી ગોથાણ વચ્ચે જૂના ટ્રેકની લગોલગ નવો ટ્રેક નાંખવા સરવેની કામગીરી શરૂ કરાઈ છે. કૃભકોએ રેલવે ટ્રેક નાંખતી વેળાં ખેડૂતોની 30 મીટર જમીન સંપાદન કરી હતી .આ જમીન પૈકી કેટલીક જમીન ફાજલ પડી છે ત્યારે કૃભકો પાસેથી આ જમીન ખરીદી ત્યાં નવો ટ્રેક નાંખી શકાય કે નહીં તે અંગે સ્થળ - સ્થિતિનો તાગ મેળવવા ટીમ કામે લાગી છે .

કૃભકોની લાઈનને લગોલગ નવી લાઇન નાંખી શકાય તેમ હશે તો ખેડૂતોની જમીન સંપાદન નહીં કરાઈ.હજીરાથી ગોથાણ વચ્ચે ૩૬ કિલોમીટ૨માં નવો ટ્રેક નાંખવા 10 ( એ ) નું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે .આ જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ ચોર્યાસી , ઓલપાડ અને હજીરાના ખેડૂતોએ વાંધો લીધો હતો . તેમજ તેમની એક ઈંચ પર જમીન નહીં આપવા ચીમકી ઉચ્ચારી હતી . ખેડૂતોની નારાજગી વચ્ચે કૃષિમંત્રી મુકેશ પટેલે હયાત ટ્રેકની લગોલગ નવો ટ્રેક નાંખવા અધિકારીઓને સૂચન કર્યુ હતું .

આ દરમિયાન જિલ્લા કલેક્ટરે અધિકારીઓને આદેશ જારી કરી હયાત ટ્રેકની બિલકુલ બાજુમાં નવો ટ્રેક નાંખી શકાય કે નહીં તેનો સરવે કરવા માટે આદેશ આપ્યો છે. કૃભકો કંપનીએ સંપાદન કરેલી જગ્યામાં બીજો ટ્રેક નાંખી શકાય કે નહીં , અને હજીરાથી ગોથાણ વચ્ચે 36 કિલોમીટર જેટલા વિસ્તારમાં ખેડૂતોની કેટલી જગ્યા સંપાદન કરવી પડે તેનો ડિટેઇલ રિપોર્ટ તૈયાર કરવા માટે જણાવ્યું હતું .

વરિયાવ અને સરોલીમાં ઓટલા બેઠક ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી
શનિવારે ખેડૂત સમાજના આગેવાનો સાથે મળી ખેડૂતોએ વરિયાવ , સરોલી અને ભેસાણ ગામમાં ઓટલા બેઠક કરી હતી . આ બેઠકમાં ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો . તમામ ખેડૂતોએ એક સૂરે જણાવ્યું હતું કે , હયાત ટ્રેકનો ઉપયોગ કરવાને બદલે નવો ટ્રેક નાંખવા માટે ખેડૂતોની જમીન સંપાદન કરાશે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરાશે . અગાઉ પણ હાઇવે , ગેસલાઇન , પાણીની લાઈનમાં ખેડૂતોની મહામૂલી જમીનનું સંપાદન કરાયું છે .

ત્યારે હવે ખાનગી કંપનીને ફાયદો કરાવવા ખેડૂતો પોતાની કિંમતી જમીન નહીં આપે તેવો નિર્ણય લેવાયો છે . કૃભકોથી હજીરા અને અદાણી પોર્ટ , આર્સેલર સુધી ટ્રેક નાંખવા ખેડૂતોની જમીન સંપાદન થશે. કૃભકોથી ગોથાણ વચ્ચે કૃભકોએ ટ્રેક નાંખતી વેળાં ૩૦ મીટર જમીનનું સંપાદન કર્યુ હતું . તે સમયે ટ્રેક બાદ બચેલી જગ્યાનો ઉપયોગ બીજો ટ્રેક નાંખવા થશે . કૃભકોની સીમા પૂરી થયાં બાદ ટ્રેક નથી . આર્સેલર , અદાણી પોર્ટ અને હજીરા પોર્ટને રેલવેની કનેક્ટિવિટી આપવા ટ્રેક નાંખવો પડે તેમ છે . તેથી પોર્ટ સુધી રેલવે લાઇન લઇ જવા જરૂર પડશે તેટલી ખેડૂતોની જમીન સંપાદન કરાશે .

અન્ય સમાચારો પણ છે...