તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જન જાગૃતિ:સાઈબર ક્રાઈમ મુદ્દે લોકોને જાગૃત કરવા સુરતના 1600થી વધુ લોકોનો સર્વે કરાયો

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • paytm અને ફોન-પે KYC અપડેટના બહાને લોકો સાથે ઠગાઈ થઈ રહી છે

સાઈબર સિક્યોરિટી મુદ્દે લોકો જાગૃત થાય તેમજ દેશમાં કેટલા લોકો લોકો તેનો શિકાર થયા છે તે જાણવા માટે શહેરના સાઇબર એક્સપર્ટ ડો.મીત શાહ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સર્વે અંગે તેમણે જણાવ્યું હતું કે દેશભરમાંથી 99,766 લોકોએ અને સુરતના 1600થી વધુ લોકોએ ભાગ લીધો હતો. સર્વેમાં મળેલા રિઝલ્ટ પ્રમાણે દેશભરમાંથી 58 ટકા લોકો સાઇબર ક્રાઇમનો ભોગ બન્યા હતા. જે ગયા વર્ષે માત્ર 25 ટકા હતો એટલે કે સાઇબર ક્રાઇમમાં 34 ટકાનો વધારો થયો છે. સાઈબર ક્રાઇમમાં સૌથી વધારે paytm અને ફોન-પે KYCનો 70 ટકાથી વધુ લોકો ભોગ બન્યા છે.

આ પ્રકારના સાઈબર ક્રાઈમ થઈ રહ્યા છે

  • બેન્કિંગ ક્રાઈમ - સાઇબર ક્રાઇમમાં 60ટકા લોકો બેન્કિંગ ક્રાઇમનો ભોગ બનતા હોય છે. જેમાં paytm અને ફોન-પે KYCના નામે લોકો સાથે ઠગાઈ કરવામાં આવે છે.
  • સાયબર બુલિંગ - સાઈબર બુલિંગમાં ફેક પ્રોફાઇલ કે ફોટો મર્ફિંગ કરીને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવે છે.
  • ફિશિંગ - જેમાં હેકર્સ દ્વારા લિન્ક મોકલવામાં આવે છે જેના પર સાઈન કરવાથી મોબાઈલ હેક થઈ જાય છે.
  • કાર્ડિંગ - જેમાં વ્યકિતનો ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ ક્લોન કરીને બેન્કમાંથી પૈસા ઉપાડી લેવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...