તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્ઝામિનેશન ગાઇડલાઇન:કેમેરો-માઇક ચાલુ ન રાખનાર વિદ્યાર્થી યુનિવર્સિટીની પરીક્ષા આપી શકશે નહીં

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઓનલાઇન પરીક્ષાનું સોફ્ટવેર યુનિ.ની વેબસાઇટથી ડાઉનલોડ થશે

યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન એક્ઝામિનેશન ગાઇડલાઇન પર વેબિનાર રાખ્યો હતો, જેમાં માહિતી આપવામાં આવી હતી કે ફ્રન્ટ કેમેરા કે માઇક બંધ હશે તો વિદ્યાર્થી ઓનલાઇન એક્ઝામ આપી શકશે નહીં. આ સાથે વિદ્યાર્થીઓને લોગઇન કરવા એક કલાક, પરીક્ષા માટે એક કલાક તથા અડધો કલાક બફર ટાઇમ મળશે. એક પ્રશ્ન માટે એક મિનિટ મળશે. પરીક્ષાનું સોફ્ટવેર યુનિવર્સિટીની વેબસાઇટથી ડાઉનલોડ થઇ શકશે. પરીક્ષા લેપટોપ, કોમ્પ્યુટર તથા એન્ડ્રોઇડ મોબાઇલ-ટેબ્લેટથી આપી શકાશે.

વિદ્યાર્થીઓએ આ બાબતનું ધ્યાન રાખવું

  • પરીક્ષા આઇફોન કંપનીના ગેજેટથી આપી શકાશે નહીં
  • પરીક્ષા માટે 512 kbps સ્પીડ જરૂરી
  • કોમ્પ્યુટરમાં 40 જીબી અને મોબાઇલમાં 1 જીબી સ્પેસ જરૂરી
  • વિદ્યાર્થીઓ ફ્રન્ટ કેમેરો કે માઇક પણ કામ કરતા હોવા જરૂરી છે
  • સોફ્ટવેર કે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતી સમયે તમામ એપ્રૂવલ આપવાના રહેશે
  • કોમ્પ્યુટર કે મોબાઇલમાંથી એન્ટીવાયરસ સોફ્ટવેર અનઇન્સ્ટોલ કરવાના રહેશે
  • ગૂગલ ક્રોમનું લેટેસ્ટ વર્ઝન અને એન્ડ્રોઇડ વર્ઝન 7.1થી વધારે હોવું જોઇએ, પાસવર્ડ સ્મોલમાં રાખવા.
  • લેપટોપ અને મોબાઇલ ચાર્જ રાખવાના રહેશે.

મોક ટેસ્ટ 5મીથી, રેગ્યુલર 10 જૂનથી શરૂ થશે
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની જુદા જુદા કોર્સની પહેલી મોક ટેસ્ટ 5થી 10 જૂન સુધી, બીજી મોક ટેસ્ટ 7થી 12 જૂન સુધી તેમજ રેગ્યુલર પરીક્ષા 10થી 18 જૂન દરમિયાન લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...