ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધુ:ભાઈ-બહેન સાથે ઝઘડો થતાં વિદ્યાર્થિનીએ ઝેર ગટગટાવ્યું

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સચિન સ્લમ બોર્ડમાં રહેતા ઇન્દ્રદેવ સિંગની પુત્રી ધો.10માં ભણતી હતી

સચિન સ્લમબોર્ડ વિસ્તારમાં રહેતી ધોરણ 10ની વિદ્યાર્થિનીએ ભાઈ-બહેન સાથે કોઈક વાતે તકરાર થતા ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધુ હતું. સચિન સ્લમબોર્ડ ખાતે રહેતા ઈન્દ્રદેવ સીંગ સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરી 3 પુત્રી અને એક પુત્ર સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની પત્ની પણ સિલાઈના કારખાનામાં નોકરી કરી તેમને પરિવારના ગુજરાનમાં મદદરૂપ થાય છે.

તેમની ૧૫ વર્ષીય પુત્રી રિતીકા ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. રિતીકાએ ગઈ તા.11 ડિસેમ્બરના રોજ બપોરે પોતાના ઘર નજીક ઝેરી દવા ખાઈ લેતા તેને સારવાર માટે બહેન રીતુ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવી હતી. જ્યાં તેને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.

જ્યાં સારવાર દરમિયાન સોમવારે રાત્રે રિતીકાનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા સચિન પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. ભાઈ-બહેન વચ્ચે કોઈક વાતે તકરાર થતા તેમાં માઠુ લાગી આવવાના કારણે રિતીકાએ દવા પી આપઘાત કર્યો હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...